રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
સાબરકાંઠા19 જાન્યુઆરી, 2025| Super Admin

ખેલ મહાકુંભ 3.0ની વૉલીબોલ સ્પર્ધામાં દિયોલી હાઈ.ની ચાર વિદ્યાર્થિનીઓનું રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સિલેકશન

ખેલ મહાકુંભ 3.0ની વૉલીબોલ સ્પર્ધામાં દિયોલી હાઈ.ની ચાર વિદ્યાર્થિનીઓનું રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સિલેકશન

ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની અંડર ૧૭ વોલીબોલની સ્પર્ધા આજ રોજ તારીખ ૧૮-૧-૨૦૨૫ને શનિવારના રોજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ભોલેશ્વર, હિંમતનગર ખાતે યોજાઈ હતી. જેમાં એમ.જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીની બહેનોની ટીમે ઈડર તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ ઉત્તમ દેખાવ કરી ફાઇનલમાં પહોંચી હતી ને ટીમ રનર્સઅપ રહી હતી. વિજેતા થયેલી ટીમમાં શાળાની ચાર વિદ્યાર્થીનીઓ સિલેક્ટ થઈ અને હવે આગામી તારીખોમાં આ ટીમ રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લા ને ઈડર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. દિયોલી હાઇસ્કૂલનું નામ જિલ્લા કક્ષાએ ગુંજતું કરવા બદલ શાળાની દીકરીઓ તેમજ એમના કોચ અને શિક્ષક જગદીશભાઈ પટેલને શાળાના આચાર્ય સંદીપભાઈ પટેલ તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજ્ય કક્ષાએ પણ ઉત્તમ દેખાવ કરવા માટે અઢળક શુભેચ્છા પાઠવે છે.

સંબંધિત સમાચાર