રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા9 જુલાઈ, 2026| Super Admin

સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ

સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'માય ભારત' ની પ્રથમ દ્વિ-સ્તરીય સંયુક્ત બેઠક યોજાઈ હતી.  "સાબરકાંઠા માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (MYB-DAC)" અને "સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ માય ભારત કોઓર્ડિનેશન કમિટી (MYB-DSC)" ની પ્રથમ બે-સ્તરીય સંયુક્ત બેઠક ભારત સરકારના માય ભારત કેન્દ્ર - સાબરકાંઠા/અરવલ્લી અને જિલ્લા યુવા અધિકારીની કચેરી દ્વારા યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન કાર્યસૂચિના મુદ્દા પર વિગતવાર અને સઘન ચર્ચા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે  કલેક્ટરએ બંને સમિતિઓ માટે જરૂરી અને રચનાત્મક સૂચનાઓ આપી હતી.

 કલેક્ટરએ તમામ સરકારી વિભાગો, યુવા વર્તુળો, સ્વૈચ્છિક તેમજ બિન-સરકારી સંસ્થાઓ (NGOs), સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ પંચાયતો, NSS અને NCC વગેરેને 'MY BHARAT KENDRA' સાથે સંકળાયેલા યુવાનો અને સ્વયંસેવકો વચ્ચે સક્રિય સંકલન, સુદ્રઢ સંદેશાવ્યવહાર અને પરસ્પર પરામર્શ જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી હતી, જેથી કરીને મહત્તમ સંખ્યામાં યુવાનો તન, મન અને ધનથી પોતાની નોંધણી કરાવી રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે ભાગીદાર બની શકે. આ બેઠકમાં ભારત કેન્દ્ર – સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લા યુવા અધિકારી રમેશ આર.કપૂર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર