રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ17 એપ્રિલ, 2025| Super Admin

રાધનપુર હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી એસટી બસ અને ઓટો રિક્ષા વચ્ચે સજૉયેલ અકસ્માતમાં 6 નાં મોત 

રાધનપુર હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી એસટી બસ અને ઓટો રિક્ષા વચ્ચે સજૉયેલ અકસ્માતમાં 6 નાં મોત 
અકસ્માતની જાણ થતાં મામલતદાર,પ્રાંત અધિકારી,પોલીસ સહિત રાધનપુર ધારાસભ્ય ધટના સ્થળે દોડી આવ્યાં પાટણ જિલ્લાના રાધનપુર નજીક સમી તરફના હાઇવે માર્ગ પર ગુરુવારની સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના પગલે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠ્તા વાતાવરણ ગમગીન બન્યું હતું. આ અકસ્માતની મળતી હકીકત મુજબ ગુરુવારે સવારે સમી-રાધનપુર હાઇવે પર હિંમતનગરથી માતાના મઢ જતી એસટી બસે મુસાફરો ભરીને જતી ઓટો રીક્ષાને અડફેટે લેતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. અને ઓટો રીક્ષામા સવાર 6 લોકો ના મોત થતાં માર્ગ પર મોતની ચીચિયારીઓ સાથે વાતાવરણ ગમગીન બન્યું હતુ. રાધનપુર - સમી હાઈવે પરના ગોચનાદ નજીક સજૉયેલ આ અકસ્માતની જાણ થતાં ધટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષા ને ટક્કર મારી ને એસટી બસ પણ રોડ નીચે ઉતરી ગઈ હતી જ્યારે ઓટો રીક્ષામાં સવાર મુસાફરો બસના આગળના ભાગમાં ચગદાઈ ગયા હતા. અકસ્માતના પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત મામલ તદાર,પ્રાંત અધિકારી અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવાની સાથે મૃતકોના પંચનામા કરી પોસ્ટ મોર્ટમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર સજૉયેલ ટ્રાફિકને પોલીસે હળવો કરી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સજૉયેલ અકસ્માતમાં 6 નાં મોત 1.ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉ.વ. 70) 2.ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60) 3.ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉ.વ. 75) 4.ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉ.વ. 70) 5.ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉ.વ. 35) 6.ફૂલવાદી સાયરાબેન દિલૂભાઈ વાદી (ઉ. 35) તમામ રહે.અમરગઢ, તાલુકો રાધનપુર વાળા હોવાનું જાણવા મળ્યું છે. તો અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓનાં સ્વજનોને સરકાર દ્વારા મૃત્યુ સહાય ચુકવવામાં આવે તેવી માંગ સાથે રાધનપુર ધારાસભ્ય લવિગજી ઠાકોર દ્રારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર