રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જૂન, 2026| Super Admin

ડીસા હાઇવે પર સ્કોર્પિયો કારને નડ્યો ભયાનક અકસ્માત: એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત

ડીસા હાઇવે પર સ્કોર્પિયો કારને નડ્યો ભયાનક અકસ્માત: એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત

 ચાલકે કાબુ ગુમાવતા ગાડી ત્રણ ગુલાટી ખાઈ ખાડામાં ખાબકી

બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાધનપુર હાઇવે પર ડીસા તાલુકાના માલગઢ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પાંચ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના વેજલપુરના રહેવાસી મિત્રો રણુજા જઈ રહ્યા હતા. ડીસાથી પસાર થતી વખતે તેઓ રસ્તો ભૂલી આખોલ બ્રિજ પર ચડી ગયા હતા. તનુ મોટર્સ આગળ આવતા, ડ્રાઈવરે વધુ સ્પીડના કારણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ત્રણ ગુલાટી ખાઈ રોડની સાઈડમાં આવેલા ખાડામાં પડી હતી. 

અકસ્માત સમયે એક વ્યક્તિનું માથું ગાડીની બહાર આવી જતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.  મૃતક યુવકનું નામ સાગરભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. કારમાં સવાર તમામ લોકો અમદાવાદના વેજલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શંકરજી લાલાજી ઠાકોર (ઉંમર 35), મહેન્દ્રભાઈ રાજપૂત (ઉંમર 25), અને અનિલભાઈ રાજપૂત (ઉંમર 28) ને વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પંચનામું કર્યું હતું. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે..

સંબંધિત સમાચાર