રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 જૂન, 2025| Super Admin

સિધ્ધપુરના કનેસરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી ને લઇ શાળાને તાળાબંધી કરાઈ

સિધ્ધપુરના કનેસરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી ને લઇ શાળાને તાળાબંધી કરાઈ
વાલીઓ અને ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક બદલી ની માગ કરી આચાર્ય એ પોતાના પરના આક્ષેપો ને પાયા વિહોણા ગણાવી તાળાબંધી બદલ કાયદેસરની કાયૅવાહી કરવા જણાવ્યું; પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામ ની રામનગર પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી સામે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી આચાર્ય  વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તેની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી. આ બાબતે મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામની રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય ની તાનાશાહી સાથે વિધાર્થી સાથે કરાતા અસભ્ય વાણી વિલાસ ને કારણે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પરેશાન બન્યાં હોય વિધાર્થીઓ દ્રારા આ બાબતે ની સધળી હકીકત તેઓના વાલીઓ અને ગ્રામજનોને જણાવતાં શુક્રવારે વાલીઓ અને ગ્રામજનોએ શાળાના આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી શાળાને તાળાબંધી કરી આચાર્ય ની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માગ કરી હતી. શાળાના આચાર્યની તાનાશાહીની સાથે સાથે આચાર્ય દ્વારા SMC સભ્યોના રજીસ્ટરમાં પણ ચેડા કરાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. આ મામલે શાળાના આચાર્ય ને પુછતાં તેઓએ પોતાના ઉપર વાલીઓ અને ગ્રામજનો દ્રારા કરાયેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવી શાળાને તાળાબંધી કરવા બદલ કાયદેસરની કાયૅવાહી કરાશે તેવું જણાવ્યું હતું. સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામ ની રામનગર પ્રાથમિક શાળા ના આચાર્ય ની તાનાશાહીને લઇ શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો એકત્ર થતાં ચકચાર મચી જવા પામી હતી.

સંબંધિત સમાચાર