રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જુલાઈ, 2026| Super Admin

વૃક્ષો બચાવો, પાલનપુર બચાવો: બ્રિજની કામગીરીમાં વૃક્ષો કપાતા લોકોમાં રોષ

વૃક્ષો બચાવો, પાલનપુર બચાવો: બ્રિજની કામગીરીમાં વૃક્ષો કપાતા લોકોમાં રોષ

જૂના વૃક્ષોને રીપ્લાન્ટ કરવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર

પાલનપુર શહેરમાં એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધી બની રહેલા આઇકોનિક આઠ લેન માર્ગના નિર્માણને શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવતા શહેરના જાગૃત નાગરિકોએ માર્ગ વિસ્તરણ દરમિયાન વર્ષો જૂના લીલાછમ વૃક્ષોના નિકંદન સામે ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે નાગરિકોએ જિલ્લા કલેક્ટર તેમજ આર એન્ડ બી વિભાગને આવેદનપત્ર પાઠવી વૃક્ષોને કાપવાના બદલે આધુનિક પદ્ધતિથી ડાળી સહિત રીપ્લાન્ટ કરવાની માંગ કરી છે.

આવેદનમાં જણાવાયું છે કે, એરોમા સર્કલથી શહેર તરફના માર્ગ પર આવેલા અનેક વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું તંત્ર દ્વારા રીપ્લાન્ટ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હકીકતમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 50 ટકા જેટલા વૃક્ષો દૂર કરી દેવાયા હોવાનું અને બાકીના વૃક્ષોને પણ કાપવાની પ્રક્રિયા ચાલુ હોવાનું નાગરિકોએ જણાવ્યું છે. નાગરિકોની માંગ છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વૃક્ષોનું નિકંદન ન કરવામાં આવે. જો અપવાદરૂપ સંજોગોમાં વૃક્ષો દૂર કરવાના જ હોય તો આધુનિક ટેક્નોલોજી મુજબ વૃક્ષોને જડમૂળ સહિત ડાળી સાથે સુરક્ષિત સ્થળે રીપ્લાન્ટ કરવામાં આવે, જેથી પર્યાવરણની સુંદરતા અને હરિયાળી જળવાઈ રહે.

127.jpg 152.25 KB
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે 100 વૃક્ષો સામે નવા 100 વૃક્ષો વાવવાનો વિકલ્પ પૂરતો નથી. વર્ષો જૂના વિકસિત વૃક્ષો ની સરખામણીએ નવા રોપા પર્યાવરણને તાત્કાલિક લાભ આપી શકતા નથી. તેથી શક્ય તેટલા વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક રીપ્લાન્ટેશન કરવું જરૂરી છે.આ પ્રસંગે જાગૃત નાગરિક જશવંતસિંહ વાઘેલા, સચિન જોશી, ઉત્તમભાઈ માળી, દેવાભાઈ પટેલ, રાકેશભાઈ ગોસ્વામી, હિરેન મોદી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 ગ્રીન ટ્રીબ્યુનલના દ્વાર ખખડાવવાની ચીમકી

'વૃક્ષો બચાવો, પાલનપુર બચાવો'ના નારા સાથે આપવામાં આવેલા આ આવેદનમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે, જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગ્રીન ટ્રિબ્યુનલ, અમદાવાદ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર