રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા16 મે, 2025| Super Admin

ભાભરમાં સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવ્યો

ભાભરમાં સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવ્યો

હાલમાં ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીના કારણે લોકો દ્વારા ઠંડા પીણાનો વપરાશ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જેથી આ સીજનમાં પાણીજન્ય રોગચાળો થવાની સંભાવનાઓ વધુ રહેલી હોય છે. આ રોગચાળા ને અટકાવવા તથા લોકોમાં જન જાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે તકેદારી ના પગલા લેવા આરોગ્ય સ્ટાફ નગરપાલિકા અને પોલીસ સ્ટાફની કુલ ૪ ટીમો બનાવી કુલ ૨૧૮ યુનિટોની તપાસ કરતા ૮૬ કિલો અખાદ્ય સામગ્રી ના જથ્થાનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો અને ૪૭ યુનિટોને દંડનીય કાર્યવાહી કરી નગરપાલિકા ભાભર દ્વારા રૂ. ૬૬૫૦/-વસુલ કરવામાં આવેલ તેમજ ૧૭ યુનિટોને નોટીસ આપવામાં આવેલ તેમજ કોટપા અધિનિયમ ૨૦૦૩ મુજબ અંતર્ગત ૧૦ એકમોને દંડનીય કાર્યવાહી કરી રૂ.૯૦૦/- નો દંડ જિલ્લા ટોબેકો સેલના કાઉન્સિલર દ્વારા વસુલ કરવામાં આવેલ. આમ આરોગ્ય સ્ટાફ નગરપાલિકા સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા સંકલન કરી નગરપાલિકા વિસ્તારમાં અખાદ્ય વસ્તુઓ ખાવાથી તેમજ ઠંડા પીણા પીવાથી આરોગ્ય ઉપર થતી વિપરીત અસરોની આરોગ્ય શિક્ષણ નાં માધ્યમથી જાણકારી આપવામાં આવી આ કામગીરીમાં નગરપાલિકા ભાભર તાલુકા આરોગ્ય સુપરવાઈઝરી ટીમ અને પોલીસ સ્ટાફ ભાભરનાં સહકારથી આ સેનીટેશન રાઉન્ડની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી.

સંબંધિત સમાચાર