રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જૂન, 2026| Super Admin

રાનેર-અરણીવાડા રોડ પર રેતીના ઢગલા: વાહનચાલકો પર અકસ્માતનું જોખમ

રાનેર-અરણીવાડા રોડ પર રેતીના ઢગલા: વાહનચાલકો પર અકસ્માતનું જોખમ

અરણીવાડા બુકોલી રાનેર બનાસ નદીમાંથી રેતી ભરી આવતા ડમ્પર ચાલકો રોડ વચ્ચે રેતીના ઢગલા કરી દેતા નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવે છે. કાંકરેજના રાનેર બુકોલી વિસ્તારની બનાસ નદીમાંથી અવરલોડ અને વિના રોયલ્ટીએ રેતી ભરી દોડતા ડમ્પર ચેકિંગના ડરથી ડમ્પર ચાલકો રોડ વચ્ચે રેત ખાલી કરી ભાગી જાય છે. જેનો ભોગ નિર્દોષ લોકો બને છે.

કાંકરેજ તાલુકાના રાનેર બુકોલી અને અરણીવાડા વિસ્તારમાં રેતી ખનન મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. જેમાં રાનેર અને બુકોલી વિસ્તારની રેતીની લીજોનો રસ્તો અરણીવાડા ગામથી નીકળે છે. અને ત્યાંથી હાઇવે રોડ નજીક હોવાથી ઓંવરલોડ અને રોયલ્ટી પાસ વિના હજારો ડમ્પરો નીકળે છે. ત્યારે ડ્રાયવરોના ચેકીંગની ગાંડી ક્યાં છે. તેની જાણ માટે તમામ ડ્રાયવરો ગ્રુપ વોટ્સપ વાપરતા હોવાથી રોયલ્ટી વિના રેતીના ડમ્પરોના ચાલકને વોટ્સપ પર મેસેજ મળતા જ રેતી રોડ વચ્ચે ખાલી કરી ભાગી જતા હોય છે.

જયારે ડમ્પરો રેતી રોડ વચ્ચે ખાલી કરી ભાગી ગયા હોવાની જાણ લીઝ ચલાવતા તત્વોને હોવા સતાયે તેઓ  રેતી રોડ પરથી હટાવવાની કામગીરી કરતા નથી. અને રાત્રીના સમયે કોઈક નાના વાહન ચાલકને રેતીના ફગલા મોતનો ઢગલો બની જાય તો નવાઈ નહીં ત્યારે લોકોમાં ચર્ચાતી વાતો મુજબ અરણીવાડા તરફથી નીકળતા રેતીના વાહનો કે જે વાહનો રાનેર બુકોલી જેવા વિસ્તારમાંથી કોઇ પણ જાતની રોયલ્ટી વિના અવરલોડ ભરી રાત દિવસ દોડતા હોય છે. પરંતુ તંત્રને માત્ર આરામ કરવાની ટેવ છે. અરણીવાડા બુકોલી રોડ પર ટ્રાફિક જામ થયેલ હતું હજારો ડમફરો રેતી ભરવા આવે છે. પરંતુ ખાણ અને ખનીજ વિભાગ પોલીસ વિભાગ તેમજ આરટીઓના અધિકારી ઓ કડક કાર્યવાહી કરે તો આ પોતાની મનમાની ચલાવતા ખનીજ માફિયાઓ અને ટ્રાન્સપોર્ટરોની શાન ઠેકાણે આવે તેવી લોકમાંગ છે.

ડમ્પરો ચાલકો ખાણ ખનીજની ગાંડી આવવાના ડ્રાયવરોના વોટ્સપ મેસેજ પડે ત્યારે રોડ પર રેતી ખાલી કરી ભાગી જતા હોય છે. પરંતુ જ્યાં રેતી ભરી હોય તે લીઝ ધારકો  રેતી હટાવરાવતા નથી એ રાહદારીઓની કમ નસીબી કહેવાય અને ઢગલા પુરા રોડ પર રેતી ફેલાવાથી બાઈક જેવા વાહનો સ્લીપ થઇ જતા હોય છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર