રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 સપ્ટેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં દવાની ટેબ્લેટ અને સીરપના વેચાણમાં ઉછાળો

બનાસકાંઠા જિલ્લામાં દવાની ટેબ્લેટ અને સીરપના વેચાણમાં ઉછાળો
જિલ્લામાં વાયરલજન્ય બીમારીઓનો ભારે ઉપદ્રવ; બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલના પ્રતિકૂળ હવામાનને લઈ વાયરલજન્ય બીમારીઓનો ઉપદ્રવ વધી પડ્યો છે. તેથી ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાતા સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જેના કારણે મેડીકલ સ્ટોર્સમાં વિવિધ પ્રકારની ટેબ્‍લેટની સાથે રોગ પ્રતિકારક શક્‍તિ વધારનારા અને એન્‍ટિ વાયરલ ટેબ્‍લેટ્‍સ, સીરપ અને અન્‍ય આયુર્વેદિક સીરપ જેવી દવાઓના વેચાણમાં ૨૦ થી ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે. આ બાબતે મેડીકલ સંચાલકોએ જણાવ્‍યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં બી 12, ડી- 3 અને અન્‍ય વિટામિનની ગોળીઓની માંગમાં અચાનક વધારો થયો છે. વિટામિન ટેબ્‍લેટ્‍સ સાથે, સીરપ અને અન્‍ય રોગ પ્રતિકારક શક્‍તિ વધારનારા, જેમાં આયુર્વેદિક દવાઓનો પણ સમાવેશ થાય છે, તેની વધુ માંગ છે.પરંતુ રોગ પ્રતિકારક શક્‍તિ બૂસ્‍ટરની માંગમાં વધારો એ ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી લોકોની રોગપ્રતિકારક શક્‍તિ સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગે છે.પણ કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બન્યા છે અને આડેધડ દવાઓ લે છે. જ્યારે લાખણી આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું કે વાયરલજન્ય બીમારીઓ વધી છે. ઘણા કિસ્‍સાઓમાં રોગ પ્રતિકારક શક્‍તિના ઝડપી વિકાસ માટે ડોકટરો બી 12 ઈન્‍જેક્‍શન પણ લખી રહ્યા છે. વળી, વિટામિનની ઉણપને કારણે માથાનો દુઃખાવો, શરીર અને પગમાં દુઃખાવો, ઉબકા જેવી સંબંધિત પીડાને ઘટાડવામાં મલ્ટી વિટામિનની ગોળીઓ મદદ કરે છે.તેમજ જે દર્દીઓને વધુ તાવ આવે છે, તેમની બળતરાને વશ કરવા માટે એન્‍ટિ-વાયરલ ગોળીઓ આપવી પડે છે.

સંબંધિત સમાચાર