રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા27 જુલાઈ, 2025| Super Admin

છાપી પંથકમાં નશાયુક્ત સિગારેટના વેચાણ નો પર્દાફાશ; આરોપીની અટકાયત

છાપી પંથકમાં નશાયુક્ત સિગારેટના વેચાણ નો પર્દાફાશ; આરોપીની અટકાયત
છાપી પોલીસે NDPS હેઠળ ગુનોનોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી; વડગામ ના મજાદર પાસે થી એક શખસ ગાંજા યુક્ત સિગારેટનું વેચાણ તેમજ નશો કરતો હોવાની બાતમી આધારે શખ્સ ને છાપી પોલીસે શુક્રવારે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ ના નરાસળની સીમમાં મજાદર ગામનો એક શખ્સ ગાંજો તેમજ નશાયુક્ત સિગારેટ નું વેચાણ તેમજ નશો કરતો હોવાની બાતમી મળતા છાપી પીઆઇ એચ.આર. વાઘેલા, પોકો સુરેશભાઈ સહિતની ટીમે બાતમી વાળી જગ્યા એ પંચો સાથે રેડ કરી શખ્સ ને ઝડપી પાડી અંગજડતી કરતા ગાંજો તેમજ નશાયુક્ત સિગારેટ અને ચલમ મળી આવતા પોલીસે યુસુફ યાસીન નાંદોલિયા રહે.મજાદર ની અટકાયત કરી તેની વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન છાપી પંથક માં છેલ્લા ઘણા સમય થી નશાયુક્ત સિગારેટ નું વેચાણ થતું હોવાની પણ રાવ ઉઠવા પામી છે. છાપી પંથકના યુવાઓ નશાખોરીના રવાડે; વડગામ તાલુકાના છાપી હાઇવે સહિત ના પંથક માં મોડી રાત્રે નશાયુક્ત સિગારેટનું વેચાણ થતું હોવાની રાવ ઉઠવા પામી છે નશાયુક્ત સિગારેટ ના કારણે મોડી રાત્રે યુવાધન સિગારેટના દમ મારતા હોવા સાથે નશાના રવાડે ચઢ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર