રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જૂન, 2026| Super Admin

સદભાવના ટ્રસ્ટની અનોખી પહેલ : ડીસા અને સિદ્ધપુર માટે નવા ભોજન રથ શરૂ કરાયા

સદભાવના ટ્રસ્ટની અનોખી પહેલ : ડીસા અને સિદ્ધપુર માટે નવા ભોજન રથ શરૂ કરાયા

છેલ્લા ૧૯ વર્ષથી લોકસેવામાં કાર્યરત ટ્રસ્ટ આગામી રવિવાર (૦૭/૦૬/૨૦૨૬) થી બે નવા શહેરોમાં નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરશે

બે વર્ષથી પાલનપુરમાં બે ટાઈમ શુદ્ધ ઘી સાથે કઢી-ખીચડી અને મીઠાઈનું થઈ રહ્યું છે વિતરણ

પાલનપુર પંથકમાં છેલ્લા ૧૯ વર્ષથી અવિરતપણે લોકસેવાના અનેકવિધ કાર્યો કરી રહેલા અગ્રેસર સામાજિક સંગઠન ‘સદભાવના ગ્રુપ ટ્રસ્ટ, પાલનપુર’ દ્વારા સેવાનો વ્યાપ વધારતા વધુ એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ ૦૭/૦૬/૨૦૨૬, રવિવારના રોજથી ડીસા અને સિદ્ધપુર મુકામે બે નવીન ભોજન રથ કાર્યરત થવા જઈ રહ્યા છે, જેના શ્રીગણેશ રૂપે આજ રોજ પાલનપુર વૃદ્ધાશ્રમના વડીલોના પરમ પવિત્ર હસ્તે બંને નવીન ભોજન રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ મેળવીને આ સેવારથનું પૂજન કરવાનો ટ્રસ્ટનો આ નિર્ણય ઉપસ્થિત સૌ કોઈ માટે પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ બની રહ્યો હતો. 

બે વર્ષથી ચાલે છે અન્નક્ષેત્રનો અવિરત સેવા યજ્ઞ સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી પાલનપુરમાં છેલ્લા બે વર્ષથી ભોજન રથ દ્વારા અત્યંત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ બે ટાઈમ જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન પીરસાય છે. આ ભોજનની વિશેષતા એ છે કે તેમાં ગરમા-ગરમ કઢી-ખીચડી સાથે શુદ્ધ ઘી અને ડેરીના શુદ્ધ ઘીમાંથી જ બનાવેલી સ્વાદિષ્ટ મીઠાઈ પણ પીરસવામાં આવે છે. શુદ્ધ અને સાત્વિક ભોજનની આ જ પરંપરા હવે આગામી રવિવારથી ડીસા અને સિદ્ધપુરના આંગણે પણ શરૂ થશે, જે ત્યાંના ગરીબ, શ્રમિક અને હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા-સંબંધીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વડીલોના આશીર્વાદ સાથે સેવાનો વિસ્તાર યોજાયેલા ભોજન રથ પૂજનના આ પ્રેરક પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, "અમારો હેતુ સમાજનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તેવો છે. છેલ્લા ૧૯ વર્ષથી જનતાના સહયોગથી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પાલનપુરની સફળતા બાદ હવે ડીસા અને સિદ્ધપુરમાં પણ વડીલોના આશીર્વાદ સાથે આ રથ સેવામાં જોડાઈ રહ્યા છે." આજના આ પૂજન કાર્યક્રમ પ્રસંગે સદભાવના હરેશભાઈ ચૌધરી વૃદ્ધાશ્રમના પ્રમુખ પ્રકાશ ગાંધી,વૃદ્ધાશ્રમના વડીલો, ટ્રસ્ટના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને સદભાવના ગ્રુપ ટ્રસ્ટની આ માનવતાવાદી કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.

સંબંધિત સમાચાર