રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા23 જાન્યુઆરી, 2025| Super Admin

સાબરકાંઠા; પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી કુલ 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાબરકાંઠા; પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી કુલ 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસે ગલોડિયા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના અંબાસાથી આવી રહેલી એક નંબર વગરની કારને ગલોડિયા બસ સ્ટેશન નજીક અટકાવવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન પાછળની ડિકીમાંથી 2.05 લાખની કિંમતની વિદેશી દારૂની 908 બોટલો મળી આવી હતી. પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી કુલ 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાર ચાલક રાકેશ રાજુરામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે, જે રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેખાલા તાલુકાના ભાલુ રાજવા ગામનો રહેવાસી છે. ખેડબ્રહ્માના પીઆઇ ડી.આર. પઢેરીયાના જણાવ્યા મુજબ, પોલીસની ડી-સ્ટાફની ટીમ ગલોડિયા નજીક વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે આ સફળતા મળી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોણે ભરાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર