રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા29 જાન્યુઆરી, 2025| Super Admin

સાબરકાંઠા પોલીસ અને LCB ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો 38.09 લાખનો મુદ્દામાલ કબ્જે

સાબરકાંઠા પોલીસ અને LCB ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો 38.09 લાખનો મુદ્દામાલ કબ્જે

સાબરકાંઠા જિલ્લા પોલીસ અને એલસીબીની ટીમે બેરણા નજીક શામળાજી તરફથી આવી રહેલા એક ડાર્ક પાર્સલના વાહનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખોડિયાર હોટલ નજીક નાકાબંધી કરી DL.1.MB.1636 નંબરના વાહનને અટકાવ્યું હતું. વાહનની તપાસ દરમિયાન પોલીસને 437 પેટીમાં કુલ 8,700 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 28.07 લાખ આંકવામાં આવી છે. પોલીસે વાહનમાંથી હરિયાણાના બે શખ્સો - પ્રદીપ મહેન્દ્ર નાયી (35) અને બીટ્ટુ છજુરામ નાયી (29)ની ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન અને રૂ. 10 લાખની કિંમતનું વાહન મળી કુલ રૂ. 38.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં વધુ બે આરોપીઓ - રાજકુમાર (જેણે દારૂ ભરેલું વાહન ગુજરાત મોકલ્યું) અને ગુજરાતમાં દારૂ મંગાવનાર વ્યક્તિ હજુ ફરાર છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સફળતાપૂર્વક દારૂની હેરાફેરી અટકાવી હતી.

સંબંધિત સમાચાર