રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા28 ફેબ્રુઆરી, 2026| Super Admin

સાબરકાંઠા LCBએ તલોદ ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ચોરી કરનાર રૂ. 7.31 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપ્યા

સાબરકાંઠા LCBએ તલોદ ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ચોરી કરનાર રૂ. 7.31 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપ્યા

સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ તલોદના ગુલાબની મુવાડી નજીકથી એલ્યુમિનિયમ ધાતુની ચોરી કરનાર ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીનો કુલ રૂ. 7,31,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓને વધુ કાર્યવાહી માટે તલોદ પોલીસને સોંપવામાં આવ્યા છે. ચાર દિવસ પહેલા તલોદ પોલીસ સ્ટેશનમાં ગુલાબની મુવાડી ગામની સીમમાં આવેલી એન્ટિક એક્સટ્રુઝન ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ધાતુના ગઠ્ઠાઓની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે સાબરકાંઠા LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ જણાવ્યું કે, PSI આર.કે. જોષી અને આર.જે. જાડેજા સહિતની ટીમ તપાસમાં હતી. તે દરમિયાન નિરીલકુમાર અને જીજ્ઞેશભાઈને બાતમી મળી હતી કે ચોરી કરનારા ઈસમો જોરાજીના મુવાડા ગામની સીમમાં લુણી નદીના પટ પાસે ચોરીનો માલ વેચવાનું નક્કી કરવા ભેગા થયા છે. બાતમીના આધારે LCB ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને એક ડાલુ (વાહન) તથા ત્રણ મોટરસાયકલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. ડાલામાંથી એલ્યુમિનિયમ ધાતુના કુલ 37 ગઠ્ઠા (1335 કિલોગ્રામ) મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ.3,33,750 ની કિંમતના એલ્યુમિનિયમના ગઠ્ઠા, રૂ.3,00,000ની કિંમતનું અશોક લેલન્ડ બડા દોસ્ત ડાલુ (નંબર GJ-18 BW-1285), રૂ.18,000ની કિંમતના બે મોબાઈલ ફોન, અને રૂ.80,000ની કિંમતના બે મોટરસાયકલ તથા એક એક્ટિવા શામેલ છે. આમ, કુલ રૂ.7,31,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.      

સંબંધિત સમાચાર