ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ માર્ગે દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા રહે છે. શામળાજી પોલીસે મોટી સફળતા મેળવી છે. શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકની તપાસ કરતાં તેની બંધ બોડીમાં એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી પોલીસને 11,664 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે 16.69 લાખ રૂપિયા છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. શામળાજી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પાસેથી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે સહિતની વિગતો મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા; વાહન ચેકીંગ દરમિયાન ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

ટેગ્સ:#sabarkantha#arrests#foreign liquor#public safety#Shamlaji Police#border security#Criminal Investigation#Liquor Smuggling#Police Seizure#Law Enforcement Success#Illegal Trafficking#Gujarat Prohibition#Vehicle Checkpoint#Bootlegging Operations#Ansol Check Post
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચેના નવા બ્રિજ પર ચાર વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં તિરંગા અને કળશયાત્રાનો માહોલ: 11થી 16 ઓગસ્ટ દરમિયાન ભાજપ વિશેષ કાર્યક્રમો યોજશે
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ
1 અઠવાડિયા પહેલા
