રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2025| Super Admin

ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે નિર્ણય; દારૂ પીતો કે વેચેતો પકડાય તેને ₹51,000નો દંડ

ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે નિર્ણય; દારૂ પીતો કે વેચેતો પકડાય તેને ₹51,000નો દંડ

થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે ગ્રામજનોએ સરાહનીય પગલાં ભર્યા છે. સમગ્ર ગામના લોકો ભેગા મળી એક મહત્વની બેઠક યોજી હતી જેમાં દારૂ અને અન્ય કેફી પદાર્થોના વેચાણ અને સેવન સામે સખત નિર્ણય લેવાયો છે. ગામમાં કોઈ વ્યક્તિ દારૂ કે અન્ય કેફી પીણું વેચતો કે પીતો પકડાશે તો તેની સામે સીધી રીતે ₹51,000 નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ તેને પોલીસના હવાલે પણ કરવામાં આવશે. સાથે જ એવો પણ નિર્ણય લેવાયો કે જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ગામમાં પ્રવેશ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે અને તાત્કાલિક પોલીસને જાણ કરાશે. વધુમાં, જો કોઈ દારૂ પીને પકડાયેલ વ્યક્તિને ગામનો વ્યક્તિ છોડાવવા આવશે તો એ વ્યક્તિ પાસેથી પણ ₹11,000 નો દંડ વસૂલ કરાશે. આ નિર્ણયોની અમલવારી માટે ખાસ કમિટી ની રચના કરવામાં આવી છે. આ કમિટી દંડ વસૂલી તેમજ દારૂ વેચતા કે પીતા લોકોને ઓળખી કાર્યવાહી કરશે. સમગ્ર ગામના લોકો માટે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તેની ઘરમાં કોઈ સામાજિક પ્રસંગમાં ન જવાનું સમૂહે બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો છે. ભલાસરા ગામે લેવાયેલા આ કડક અને એકતાભર્યા નિર્ણયોને ગ્રામજનોના વ્યસનમુક્તિના દ્રઢ સંકલ્પનો ભાગ ગણાવવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર