સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વીજ વિભાગની ૮૬ ટીમોની રાઉન્ડ ધ ક્લોક કામગીરી

અસરગ્રસ્ત ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો; બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ ૨૯૭ ગામમાં વીજળી ખોરવાઈ હતી. કલેકટરના નેતૃત્વમાં યુ.જી.વી.સી.એલ ની કુલ ૮૬ ટીમો વીજળી પુનઃસ્થાપન કરવા માટે રાત દિવસ કામ કરી રહી છે. આજે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યા સુધી ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ચૂક્યો છે. વરસાદને પગલે જિલ્લામાં કુલ ૬૦૨ જેટલા વીજ પોલ ડેમેજ થયા હતા.
ટેગ્સ:#Vav taluka#UGVCL Operations#Bhabhar Taluka#Tharad Taluka#District Collector Mihir Patel#Suigam Taluka#Power Restoration Efforts#Flood-Induced Outages#Emergency Electricity Repair#Damaged Electric Poles#Rural Infrastructure Recovery#Banaskantha District Response#86 Electricity Teams#Round-the-Clock Service#211 Villages Restored#602 Poles Damaged
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
