રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

વડગામ માં રોડ રસ્તા સરકારી કચેરીઓ ખેતર બેટમાં ફેરવાયા જનજીવન ઉપર માઠી અસર

વડગામ માં રોડ રસ્તા સરકારી કચેરીઓ ખેતર બેટમાં ફેરવાયા જનજીવન ઉપર માઠી અસર
વડગામ તાલુકામાં બુધવાર ની મધ્ય રાત્રી એ મેઘરાજા એ જબરદસ્ત એન્ટ્રી કરતા માત્ર ચાર કલાક મા આઠ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતા. વરસાદ ના પગલે દિવસ દરમિયાન જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી. બનાસકાંઠામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વડગામ તાલુકામાં બુધવાર ની મધ્યરાત્રીએ જાણે આભ ફાટ્યું હોય તેમ માત્ર ચાર કલાક માં આઠ આઠ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા રોડ રસ્તા, સરકારી કચેરીઓ તેમજ પાલનપુરને જોડતા માર્ગ પાણી માં ગરકાવ થઈ ગયા હતા. જોકે ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ ના કારણે તાલુકાના અનેક ગામોના તળાવોમાં નવા નીર આવતા છલકાયા હતા. ભારે વરસાદ વચ્ચે સરકારી તંત્ર એલર્ટ બની નુકશાની નો સર્વે હાથ ધર્યો હતો. બાવલચુડી નો વ્હોળો બન્ને કાંઠે; ઉપર વાસ મા ભારે વરસાદના કારણે છાપી -બાવલચુડી વચ્ચે થી પસાર થતા વ્હોળા આઠ વર્ષે બન્ને કાંઠે આવ્યો હતો.વ્હોળામાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટ્યા હતા. વડગામ ની કચેરીઓ માં પાણી ભરાયા; વડગામ મા આભ ફાટવા જેવી પરિસ્થિતિ વચ્ચે તાલુકા પંચાયત, ખેરાલુ રોડ, નવા બસ સ્ટોપ, વરવાડિયા રોડ ઉપર મોટી માત્રામાં પાણી ભરાયા હતા.જ્યારે એસટી બસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ ને પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત સમાચાર