રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા19 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસાના એલિવેટેડ બ્રિજ નીચે રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ

ડીસાના એલિવેટેડ બ્રિજ નીચે રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ
વાહનચાલકો અને રાહદારીઓમાં આનંદની લાગણી ડીસા શહેરના લાંબા સમયથી પ્રતીક્ષિત એલિવેટેડ બ્રિજ નીચેના રોડ રિસરફેસિંગની કામગીરી આખરે શરૂ થઈ ગઈ છે, જેના કારણે ડીસાવાસીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. ડીસાના એલિવેટેડ બ્રિજ નીચેનો રોડ ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ​આ બંને નેતાઓની સતત અને અસરકારક રજૂઆતોના ફળ સ્વરૂપે, ડીસાના એલિવેટેડ બ્રિજ નીચેના રોડને રિસરફેસ કરવાની મંજૂરી મળી ગઈ હતી. આ મંજૂરી મળતાની સાથે જ સ્થાનિક નેતાઓ અને પ્રજાજનોએ આ બંને નેતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. મંજૂરી મળ્યા બાદ તાજેતરમાં આ રોડ રિસરફેસિંગની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત રીતે રોડના નવીનીકરણનું કામ શરૂ થતાં, ડીસા શહેરના ટ્રાફિક અને વાહનવ્યવહારને લગતી એક મોટી સમસ્યાનો અંત આવશે.​લાંબા સમયથી ધૂળ, ખાડા અને ખરાબ સપાટીના કારણે ત્રસ્ત થયેલા ડીસાવાસીઓ માટે આ એક મોટી રાહતની વાત છે. આ કામગીરી પૂર્ણ થતાં શહેરીજનોને સરળ, સુગમ અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ થશે, જે ડીસાના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમગ્ર શહેરમાં આ કામગીરી શરૂ થવા બદલ સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.    

સંબંધિત સમાચાર