રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

ડીસાની ગુલબાણીનગર સોસાયટીના રહીશો દ્વારા દબાણ દુર કરાવવા રજુઆત કરાઈ

ડીસાની ગુલબાણીનગર સોસાયટીના રહીશો દ્વારા દબાણ દુર કરાવવા રજુઆત કરાઈ
ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નાયબ કલેકટરને રજૂઆત કરાઈ ડીસા વોર્ડ નં. 2 ના ગુલબાણીનગર સોસાયટીના ગટરના નાળાની બાજુમાં સીસીરોડ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતાં. જ્યારે કેટલાક દબાણકારોએ દબાણ દુર ન કરાતાં એક તરફના ગટરના નાળાની બાજુમાં સીસીરોડની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જેને લઇને વોર્ડ નં. 2 ના સદસ્ય અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા વારંવાર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી રહી છે. છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે થોડા દિવસ પહેલા સોસાયટીના રહીશો સાથે મળીને પણ સંમતી આપીને દબાણ દુર કરાવીને સીસી રોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજુઆતો સાથે માંગ કરવામાં આવી હતી જ્યારે દબાણદારે ખુદ પણ પાલિકામાં રજુઆત કરી હતી. જે બાદ પાલિકા દ્વારા સીસીરોડની કામગીરી બંઘ કરી દેવાતાં સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ છવાયો હતો અને આજરોજ ગુલબાણીનગર સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકા કચેરી ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ચીફ ઓફિસર હાજર ન હોવાથી પાલિકાના પ્રમુખ સહિત ઉપપ્રમુખ અને નાયબ કલેકટરને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી અને પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો‌.જયારે સીસી રોડની કામગીરી અડચણરૂપ દબાણ દુર કરી તાત્કાલિક અસરથી સીસી રોડની કામગીરી પુર્ણ કરી સ્વચ્છતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર