રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણના હાંસાપૂર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત

પાટણના હાંસાપૂર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત
પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા માંગ ઉઠી પાટણ શહેરના હાંસાપૂર વિસ્તારમાં સમર્પણ વિલા, ગણેશ વિહાર, રામવિલાસ, ગણેશ ધામ,આમિત્રી, રામદેવ તથા સુરમ્ય જેવી અનેક  સોસાયટી આવેલ છે. ત્યારે આ સોસાયટીના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી પાણી ભરાઈ રહેવાના કારણે રહીશો તથા રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી રોડ પર પાણી ભરાઈ રહેવાથી રોડની હાલત પણ એકદમ ખરાબ બની છે.તો તાજેતરમાં પાણીની પાઈપલાઈન તૂટવાના કારણે રસ્તાઓ પર સતત પાણી ભરાઈ રહેતું હોય જેના કારણે માગૅ પરથી પસાર થતાં વાહનચાલકો,વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધો સહિત ના રાહદારીઓને આવન- જાવન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માગૅ પર પાણી ભરાવાથી મચ્છરોની ઉત્પત્તિ વધવાની સાથે રોગચાળો ફેલાવાની શક્યતાઓ પણ પ્રબળ બની છે. તો ચોમાસાની ઋતુમાં તો અહીંયા સતત વરસાદી પાણી ભરાઈ રહે છે. જેના કારણે વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાણી ભરાવાની સમસ્યા નું નિરાકરણ લાવે નહિ તો ના છુટકે વિસ્તારના લોકોને પાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.    

સંબંધિત સમાચાર