રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા10 એપ્રિલ, 2025| Super Admin

ડીસા મામલતદાર કચેરી કેમ્પસના રૂ. 4.72 કરોડના ખર્ચે થનારા નવીનીકરણ કાર્યને મંજૂરી

ડીસા મામલતદાર કચેરી કેમ્પસના રૂ. 4.72 કરોડના ખર્ચે થનારા નવીનીકરણ કાર્યને મંજૂરી
ડીસા મામલતદાર કચેરી કેમ્પસના રૂ. 4.72 કરોડના ખર્ચે થનારા નવીનીકરણ કાર્યને મંજૂરી આપવામાં આવી છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર રાજ્ય સરકારનો ડીસા શહેર અને તાલુકાના લોકો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ડીસા મામલતદાર કચેરી કેમ્પસમાં મામલતદાર કચેરી, ડીસા તાલુકા પંચાયત કચેરી, વાણિજ્ય વેરા કચેરી, પાણી પુરવઠા કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ કચેરી, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો કચેરી, ડીસા નાયબ પોલીસ અધિક્ષક કચેરી, સરકારી તાલુકા પુસ્તકાલય, બીઆરસી સી.આર.સી ભવન, સંકલિત બાળ વિકાસ યોજના કચેરી તેમજ સરકારી પશુચિકિત્સાલય અને ડીસા શહેરની જલારામ પોલીસ ચોકી સહિતની કચેરીઓ આવેલી છે. આ તમામ કચેરીઓના પ્રાંગણમાં આવેલા વિશાળ મેદાનને એક આધુનિક અને સુવિધાસભર કેમ્પસ તરીકે વિકસાવવામાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મૂક્યો હતો. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ નવીનીકરણ પ્રોજેક્ટમાં પર્યાવરણ જાળવણીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. "કેચ ધી રેઈન" અભિયાન હેઠળ કેમ્પસમાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે 12 ભૂગર્ભ કુવાઓ બનાવવામાં આવશે. આ પહેલ જળ સંચયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત, કેમ્પસમાં મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે સુવિધાઓ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કેમ્પસમાં કેચ ધી રેન પ્રોજેક્ટ અંતર્ગત 12 રિચાર્જ કુવાઓ બનશે. આ સાથે જ બગીચો, બેઠક વ્યવસ્થા, સુવ્યવસ્થિત પાર્કિંગ, દરેક ઓફિસ સુધી પહોંચવા માટે પાકા રસ્તાઓ, પૂરતી લાઈટિંગ, લીલાછમ વૃક્ષો અને રાષ્ટ્રધ્વજ માટે વિશેષ વ્યવસ્થા સાથેનું એક સુસજ્જ કેમ્પસ તૈયાર થશે. આ પ્રકારની સુવિધાઓ સાથેનું આ રાજ્યનું પ્રથમ ડીસા મામલતદાર કચેરી કેમ્પસ હશે જેને મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ ડીસાને રાજ્યના અન્ય તાલુકાઓ માટે એક મોડેલ તરીકે સ્થાપિત કરશે.આ વિકાસ કાર્ય બદલ ડીસાના નાગરિકોએ ધારાસભ્ય પ્રવીણ માળીનો અને સરકારનો આભાર માન્યો છે. અને આ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે સહકાર આપવાની ખાતરી આપી છે. આ નવીનીકરણથી ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી તમામ કચેરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને લોકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે.

સંબંધિત સમાચાર