રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 મે, 2026| Super Admin

ડીસાના ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોરનાર રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

ડીસાના ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોરનાર રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

એલ.સી.બી.એ બાડમેરના શખ્સને ચોરીના મોટર સાયકલ સાથે દબોચ્યો

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી એલ.સી.બી. પાલનપુરની ટીમો સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીકથી ચોરાયેલ બાઈકનો ભેદ ઉકેલવામાં પાલનપુર એલ.સી.બી.ને મોટી સફળતા મળી છે પાલનપુર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. રાઠોડ તથા પી.એસ.આઈ. આર.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી. તે દરમિયાન એલ.સી.બી.ના પી.સી. પ્રવિણભાઈ ભીમાજીને મળેલી ચોક્કસ હકીકતને આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મહેન્દ્રારામ જેઠારામ જાટ (રહે. રામદેવીયા, બાડમેર, રાજસ્થાન) ને શંકાસ્પદ હાલતમાં એક નંબર વગરના હીરો સ્પ્લેન્ડર બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી પાસેથી મળેલા બાઈક બાબતે ઈ-ગુજકોપ પોર્ટલ પર સર્ચ કરતા તેનો સાચો નંબર GJ.08.BQ.0114 હોવાનું જાણવા મળ્યું હતું. જેની વધુ તપાસ કરતા આ બાઈક ડીસાના લોરવાડા ગામના સાગરભાઈ ધુળાભાઈ રબારીનું હોવાનું અને ડીસા શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાંથી ચોરાયું હોવાનું ખુલ્યું હતું. પોલીસે ૨૦,૦૦૦ની કિંમતનું બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ ૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અગાઉ કચ્છના સામખીયાળી અને રાજસ્થાનના બાલોત્રામાં દારૂની હેરાફેરીના ગુનામાં પણ પકડાઈ ચૂકેલો છે. રાજસ્થાનથી ધંધાર્થે ડીસા આવતા આ શખ્સો ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી બાઈક ચોરીને વતનમાં સસ્તા ભાવે વેચી દેવાની ટેવ ધરાવે છે.

ટેગ્સ:#Deesa#Gayatri Temple

સંબંધિત સમાચાર