રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા23 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત શ્રાવણના સમાપન ટાણે જામ્યો વરસાદી માહોલ

પાલનપુરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત શ્રાવણના સમાપન ટાણે જામ્યો વરસાદી માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની શરૂઆત સાથે જ વરસાદે દસ્તક આપી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવાર થી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. શ્રાવણ માસના સમાપન ટાણે આજે સવાર થી જ પાલનપુર શહેરમાં  મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું હતું. દિવસભર ઝરમર વરસાદી માહોલ સર્જાયો હતો. જેના લીધે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, પાલનપુર શહેરના રોડ પર ઠેરઠેર ખાડા પડી જતા વરસાદી પાણીના લીધે અવરજવર કરતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદનું આગમન થયું છે.આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ભાદરવા માસની શરૂઆતમાં જ મેઘરાજાની મહેર થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદની આ શરૂઆત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વરસાદથી ખેતીના પાકને ફાયદો થશે અને ખેડૂતોની મહેનત સફળ થશે તેવી આશા જાગી છે.

સંબંધિત સમાચાર