રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા6 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટયું; જિલ્લાના ત્રણ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટયું; જિલ્લાના ત્રણ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતાઓ સતત વરસી રહેલા વરસાદ થી ખેતી પાકોને નુકસાન વરાપ આવે તેવુ ખેડૂત ઇચ્છી રહ્યા છે. રાજસ્થાન રાજ્ય ઉપર સળગાયેલી સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે થઈ હતી ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના વડગામ પાલનપુર ધાનેરા દાંતીવાડા વાવ થરાદ સહિત કેટલાક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થવા પામ્યો છે ત્યારે શનિવારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટતા માત્ર ત્રણ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં ધાનેરા થરાદ અને સુઈગામમાં વરસાદ થવા પામ્યો છે. જોકે હજુ આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ફોટો છુટાછવાયા  સ્થળો પર સામાન્ય વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ હજુ આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. જોકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વરસાદનો વિરામ લે તેવું ઈચ્છી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતી પાકોને મોટું નુકસાન થયું છે ત્યારે વરસાદ નો વરાપ નિકળે તો ફરી પાછા ખેતી કામો થઈ શકે છે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે હજુ અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયેલા છે અને વરસાદના કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદના કારણે ખેડૂતોને ઉનાળુ અને ચોમાસુ બંને સિઝનમાં નુકસાન થવા પામ્યું આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ સીઝન વાવેતર કરેલ હતું પરંતુ વરસાદ ચાલુ થવાના કારણે ઉનાળુ સીઝન લઈ શક્યા નથી જેના કારણે મોટુ નુકસાન થયું છે તેમજ ચોમાસુ સીઝન નું કેટલાક ખેડૂતોએ વાવેતર કરેલ છે તેમને પણ સતત વરસાદ ચાલુ રહેવાના કારણે જમીનમાં મગફળી બિયારણ ના દાણા સડી ફૂગ ના રોગો ચાલુ થઈ રહ્યા છે જેથી બિયારણ ના ઊગવાના કારણે હજારો રૂપિયાનું બિયારણ દવા ખાતર ખેડાઇ નું પણ વરસાદ થી નુકસાન ચાલુ થઈ રહ્યું છે તેમજ જે ખેડૂતોએ  હજી સુધી વાવેતર નથી કર્યું તેમને પણ ચોમાસુ સીઝન લેટ પડવાનું પણ અત્યારથી જ નુકસાન ચાલુ થઈ ગયેલ છે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ માટે યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને મદદરૂપ થાય તેવી માંગ છે.

સંબંધિત સમાચાર