રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું : કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન તડકો નીકળતા ખેડૂત વર્ગમાં હાશકારો

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું : કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન તડકો નીકળતા ખેડૂત વર્ગમાં હાશકારો
આગામી સમયમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતાઓ સામાન્ય બનાસકાંઠા જિલ્લામાં નૈઋત્ય ચોમાસાના આગમનની સાથે જ સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે પરંતુ જિલ્લામાં મંગળવારના દિવસે વરસાદનું જોર ઘટતા કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા બાદ ઉઘાડ નીકળતા ખેડૂત વર્ગ પણ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા 20 દિવસથી વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કેટલાક ખેડૂતોને બાજરી મગફળી ખરીદના પાપો ખેતરોમાં પડ્યા હતા. અનેક ખેડૂતો ખરીફ સીઝનની વાવણી પણ કરી શક્યા નથી. જેને લઇ દરેક ખેડૂત વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા  હતા. જેમાં મંગળવારના દિવસ પર બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય રીતે વરસાદના વિરામ વચ્ચે કેટલાક વિસ્તારોમાં તડકો નીકળ્યો હતો જેથી સતત વરસાદ બાદ દિવસ દરમિયાન તડકો નીકળતા લોકો ખેતી કામમાં જોતરાયા હતા. અને આગામી સમયમાં વરાપ નીકળતા મોટા ભાગના ખેડૂતો ખેતીની વાવણી અને ખેતી પાક લાગી જશે. ગુજરાત પર કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સમયમાં ભારે વરસાદ શક્યતાઓ નહીંવત્ આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતોના મતે ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલી વરસાદી સિસ્ટમ આગળ વધતા હવે કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સમયમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નહિવત છે. પરંતુ છૂટાછવાયા સ્થળો ઉપર મધ્યમથી હળવો વરસાદના ઝાપટા પડી શકે છે. ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટયું દક્ષિણ ગુજરાતમાં વરસાદનીનું પ્રમાણ યથાવત ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ધટી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મંગળવારના સવારથી સાંજ સુધી સુરતના ઉંમરપાડામાં દોઢ ઈંચ વરસાદ થવા પામ્યો છે.

સંબંધિત સમાચાર