રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા7 માર્ચ, 2025| Super Admin

ભાભર પોલીસ મથકે વિવિધ ગુનામાં પકડાયેલા વાહનોની જાહેર હરાજી

ભાભર પોલીસ મથકે વિવિધ ગુનામાં પકડાયેલા વાહનોની જાહેર હરાજી
72 વાહનોની જાહેર હરાજીમાં 5,23,900 રૂપિયા ઉપજ્યા; ગુજરાતમા દારૂ સહિત નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. તેમ છતાં આવી ગેરકાયદેસર પ્રવૃતિઓની વાહનો દ્વારા હેરાફેરી થતી હોય છે. પોલીસ દ્વારા આવા વાહનો પર બાઝ નજર રાખીને ઝડપી પાડવામાં આવતા હોય છે. જેથી સમય જતાં આવા વાહનોના પોલીસ મથકમાં ખડકલા જોવા મળતા હોય છે. મુદ્દામાલ નિકાલ બાબતે કામગીરી કરવા સૂચન કરેલ. જેનાં અનુસંધાનમાં ભાભર પોલીસ મથકે પડી રહેલા વિવિધ ગુનાઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમા પકડાયેલ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો સ્ક્રેપ કરીને દૈનિક પેપરમાં ડીમાન્ડ ડ્રાફ્ટથી અરજીઓ મંગાવી ગત રોજ જાહેર હરાજી કરવામાં આવેલ. જેમાં 11 ફોર વ્હીલર સહિત 61 બાઇકોની હરાજી કરાઇ હતી. જેની કિંમત રૂપિયા 5,23900 હરાજીમાં ઉપજેલ. હરાજીમા ઉપસ્થિત વહેપારીઓએ બોલી લગાવી વાહનો ખરીદયા હતા. જાહેર હરાજી દરમિયાન એ.એસ.પી.સુબોધ માનકર, ભાભર પોલીસ મથકના પી.આઈ. એ.ટી.પટેલ, પોલીસ સ્ટાફ સહિત વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર