રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 ઑગસ્ટ, 2025| Super Admin

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમ વર્ગ શરૂ

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમ વર્ગ શરૂ
ડીસાના કાર્યક્ષેત્રમાં કુલ ૨૦ (વીસ) ક્લસ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો જિલ્લાના અંદાજીત. ૨૫૦૦ ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર દાંતીવાડા. કૃષિ યુનિવર્સિટી કાર્યક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ કરવા માંગતા ખેડૂતો માટે ૧૦ દિવસના પ્રાકૃતિક ખેતીના તાલીમ કાર્યક્રમનું આયોજન થયું. ભારત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. તે અંતર્ગત જીલ્લામાં કુલ બાવન ક્લસ્ટર બનાવવામાં આવેલ છે. જેમાંથી ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર દાંતીવાડા. કૃષિ યુનિવર્સિટી કાર્યક્ષેત્રમાં કુલ વીસ ક્લસ્ટરનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં દરેક ક્લસ્ટર દીઠ ત્રણ ગામોને આવરી લેવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત જે તે ક્લસ્ટરમાં આવતા ગામોના જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે તેવા વિલિંગલી ફાર્મર માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ. દાં. કૃષિ યુનિવર્સિટી, ડીસા ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર તા. ૧૯ ઓગસ્ટ થી ૧૦ દિવસ માટે  તાલીમ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમમાં બનાસકાંઠા જીલ્લાના કુલ ૨૫૦૦ ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા યોજના, બનાસકાંઠાના સહયોગથી ઉપરોક્ત તાલીમ કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ. દાં. કૃષિ યુનિવર્સિટી, ડીસા દ્વારા કરવામાં આવેલ છે. જેને લઈને ૧૯ ઓગસ્ટ ના રોજ  કે.વી.કે. ડીસા ખાતે તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે, કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડો. યોગેશ પવાર, વૈજ્ઞાનિકો, સેન્ટ્રલ સિલ્ક બોર્ડના ડો. મહેશ અને ફાર્મર માસ્ટર ટ્રેનર  હિતેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કે.વી.કે.ના વડા ડો. પવારે કાર્યક્રમ વિશે ટૂંકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેતી ખર્ચ ઘટાડવા અને વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપર ભાર મુકેલ અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડે તે દિશામાં આગળ વધવા જણાવેલ આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે અને કે.વી.કે. ખાતેના નિદર્શન ફાર્મમાં પ્રાકૃતિક ખેતીના પ્લોટની અને મોડેલ ફાર્મની મુલાકાત દ્વારા પ્રાકૃતિક કૃષિ માટેના વિવિધ ઈનપુટની બનાવટની પદ્ધતિ નિદર્શન દ્વારા સમજણ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર