રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

ભાભરના અબાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા

ભાભરના અબાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા
ગામતળ ખુલ્લું થતા વિકાસ કામો કરાશે; ભાભર તાલુકાના અબાળા ગામે પંચાયતની ગામતળની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજુર થયેલ છે. જેથી ગામતળની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. અબાળા ગામે સર્વે નંબર. 1 ની ગામ તળ સહિતની ગ્રામ પંચાયતની જગ્યામાં અગાઉ આંગણવાડી તેમજ પાણીનું ટાંકુ બનેલ હતું. જે જર્જરીત થતાં તેને તોડી પાડવામાં આવેલ અને જગ્યા ખુલ્લી કરવામાં આવેલ. ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજુર થતા ગામ તળની જગ્યામાં તેમજ રસ્તા પર માટી નાખીને ગામના બળવતજી ઠાકોર દ્વારા દબાણ કરવામાં આવેલ તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવેલ. તેથી ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટી દ્વારા વહીવટી તંત્રને જાણ કરી તાલુકા પંચાયત, મામલતદાર કચેરીના સ્ટાફ  તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ. આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી એ જણાવ્યું હતું કે અબાળા ગામની સરવે નંબર 1 ની જગ્યામાં તેમજ રસ્તા પર દબાણદાર દ્વારા માટી નાખીને દબાણ કરવામાં આવેલ. જે બાબતની ગામજનો દ્વારા દબાણ દૂર કરવા માટે અરજી પણ આવેલ હોઈ તેમજ નવીન મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાનું હોઈ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ તેમજ દબાણ પણ દૂર કરવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર