પાલનપુર શહેર અને તાલુકાની સમસ્યાઓને લઈને કલેકટરને રજુઆત

પાણી,સફાઈ, આરોગ્ય, શિક્ષણ સહિતની સેવાઓને સુદ્રઢ બનાવવાની માંગ; પાલનપુર નગરપાલિકા-તાલુકા વિસ્તારમાં ગંદકી, પાણી, લાઈટ, સફાઈ, શિક્ષણ અને આરોગ્યને લઈને ઉદભવેલી સમસ્યાઓ લાંબા સમયથી ચાલી આવે છે. જેના નિરાકરણ માટે પાલનપુર વિકાસ સમિતિ મેદાનમાં આવી છે. પાલનપુર વિકાસ સમિતિએ આ સમસ્યાઓના કાયમી નિરાકરણની માંગ સાથે અધિક નિવાસી કલેકટરને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
પાલનપુર નગરપાલિકા અને તાલુકા કક્ષાએ સ્પર્શતી 10 જેટલી સમસ્યા ઓને લઈને નગર-તાલુકાના રહેવાસીઓના જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છ. ત્યારે આ સમસ્યાઓના નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓની સક્રિય ભૂમિકા ખુબ જ જરૂરી છે. જેથી પાલનપુર વિકાસ સમિતિએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. જેમાં લાગતાવળગતા વિભાગો જેવા કે નગરપાલિકાના મુખ્ય અધિકારી, જળ વ્યવસ્થાપન વિભાગ, આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ, શિક્ષણ વિભાગ, પુરાતત્વ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરના સત્વરે સૂચના આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. વધુમાં સમસ્યાઓના નિરાકરણ માટે નક્કર પગલાં લઇ સમયબદ્ધ યોજના ઘડવા બાબતે કાર્યવાહી કરવા અને સમસ્યાઓના નિરાકરણ માટે નિયમિત ફોલો-અપ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ છે.
સમસ્યાઓ ઉકેલવાની માંગ
૧. પાણીની સમસ્યા : નગરમાં પીવાના પાણીની અછત, નળમાં અનિયમિત પાણીનો પુરવઠો અને પાણીની ગુણવત્તા સંબંધિત ફરિયાદો.
૨. સફાઈ અને ગંદકી : નગરના વિવિધ વિસ્તારોમાં કચરાનો નિકાલ ન થવો, ડોર ટુ ડોર કલેક્શન માં ટાઈમ ટેબલનો અભાવ,રસ્તાઓ પર ગંદકીનો ઢગલો અને નિયમિત સફાઈનો અભાવ.
૩. ગટર વ્યવસ્થા : ગટરોની નિયમિત સફાઈ ન થવાને કારણે ગટર ઓવરફ્લો, નાની સાઇઝમાં પાઇપો નાંખવાથી ચોકઅપ,ઠેર ઠેર ખુલ્લી ગટરો અને ગંદા પાણીના નિકાલની સમસ્યા.
૪. ટ્રાફિક અને પાર્કિંગ : અનિયંત્રિત ટ્રાફિક, પાર્કિંગની અછત અને રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા.
૫. આરોગ્ય : જાહેર આરોગ્ય સેવાઓનો અભાવ, ખાસ કરીને લેબલ વગરના વેચાતા પેસ્ટીસાઈડ, ડીફોગીંગ અને પાવડર છંટકાવનો અભાવ.
૬. શિક્ષણ : શાળાઓમાં શિક્ષકોની ઉણપ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડીંગ સેફ્ટી, ફાયર સ્ટ્રક્ચરનો અભાવ અને શૈક્ષણિક ગુણવત્તા, ગેરહાજર શિક્ષકોની સમસ્યા. ૧૦૦ યાર્ડની આજુબાજુ પ્રતિબિંબિત તમાકુનું વેચાણ.
૭. બગીચા અને તળાવો : નગરના બગીચાઓ અને તળાવોની જાળવણીનો અભાવ, જેના કારણે આ વિસ્તારો ઉપેક્ષિત બની રહ્યા છે.
૮. અન્ય મુદ્દાઓ : રસ્તાઓનું બાંધકામ અને સમારકામ, જાહેર પરિવહનની સુવિધાઓ અને ગેરકાયદેસર બાંધકામોની સમસ્યાઓ.
૯. જાહેરમાં રખડતા ઢોરોની સમસ્યા.
૧૦. ઐતિહાસિક વિક્ટોરિયા લાયબ્રેરી, મીઠીવાવ અને મીરાં દરવાજા પ્રત્યે દાખવવામાં આવતી નિરસતા.
ટેગ્સ:#Palanpur#water supply#Education#sanitation#Government Action#Health Services#Quality of Life#Municipal Issues#Public Services Improvement#Development Committee#Electricity Problems#District Collector Presentation#Time-bound Plans#Urban Development Challenges
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
