રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસા સહિત જિલ્લામાં બટાટા લેવાની સીઝનનો પ્રારંભ

ડીસા સહિત જિલ્લામાં બટાટા લેવાની સીઝનનો પ્રારંભ
જીલ્લામાં આવેલ કોલ્ડ સ્ટોરેજના મુહૂર્ત કરતા બટાટા લોડીંગ શરૂ થયું  આગામી એક મહિના સુધી બટાકાની કામગીરીથી પંથક ધમધમી ઉઠશે બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં બટાટાની સીઝન ચાલુ થઈ જતાં કોલ્ડ સ્ટોરેજના દ્રાર પણ ખુલવા લાગ્યા છે ‌  બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત ૨૦૦ થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે ગત વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા બટાકાના સામાન્ય ભાવો રહ્યા હતા. ત્યારે ફરીવાર બટાટાની નવી સીઝનનો પ્રારંભ થતાં નવી આશાઓ અને ઉમંગ સાથે કોલ્ડ સ્ટોરેજોના શુભ મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં મોટાભાગના સ્ટોરેજોના મુહર્ત કરવામાં આવતા બટાટા ભરવાની શરૂઆત કરી છે. એક કોલ્ડ સ્ટોરેજ અંદાજીત ૧.૫૦ થી ૧.૮૦ લાખ સુધી બટાકાના કટાનો સંગ્રહ કરી શકાય છે. આગામી એક મહિના સુધી બટાટાની આવકથી ધમધમશે. જેથી કરી ડીસા તાલુકામાં બટાકાની સિઝનનો ધમધમાટ રહશે. ત્યારે હવે જોવાનું એ રહશે ચાલુ વર્ષ બટાટાનો ભાવ કેવા જળવાઈ રહે છે. ચાલુ વર્ષે બટાકાનું વાવેતરમાં પણ વધારો થયો છે ઉપરાંત ઉત્પાદન પણ સારૂ જોવા મળી રહ્યું છે. ત્યારે ઉત્પાદન સાથે ખેડૂતોને સારા ભાવ મળી રહે તો ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી શકે છે. ખેડૂતોને બટાટાના ભાવો આગામી સમયમાં કેટલા મળશે અને કેટલા સમયમાં કોલ્ડ સ્ટોરેજ ભરાશે તેના પર ખેડૂતો તથા વેપારીઓની પણ મીટ મંડાઇ છે. કોલ્ડ સ્ટોરેજ શરૂ થતા બટાટાની આવક શરૂ થઇ બટાટાની નવી સિઝનનો પ્રારંભ થતાં કોલ્ડ સ્ટોરેજના સંચાલકો અને વેપારીઓએ શુભ મુહૂર્ત કરી બટાટાનુ લોડીંગ શરૂ કર્યું છે. ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બટાકાની ધીમી ગતિએ આવક શરૂ થઈ રહી છે. જે આગામી દિવસોમાં બટાકાની સિઝનમાં ગતિ પકડશે. ડીસા માર્કેટયાર્ડમાં  નવા બટાકાની ૩૫૦૦ કટાની  આવક નોંધાઈ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં બટાકાની સીઝનની શરૂઆત થઈ છે ત્યારે કોલ્ડ સ્ટોરેજની સાથે સાથે માર્કેટયાર્ડઓમાં પણ નવા બટાકાની આવક જોવા મળી રહી છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં શુક્રવારના રોજ ૩૫૦૦ જેટલા કટાની આવક નોંધાયો છે. જેમાં ૭૦ થી ૧૬૦ રૂપિયા ભાવ જોવા મળ્યો હતો. જેમાં સરેરાશ ૧૧૫ રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા.  

સંબંધિત સમાચાર