રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 એપ્રિલ, 2026| Super Admin

મતદાન મથક પ્રવેશ માર્ગદર્શિકા : મતદારો માટે ઓળખપત્ર ફરજિયાત, સુરક્ષાના કડક નિયમો લાગુ

મતદાન મથક પ્રવેશ માર્ગદર્શિકા : મતદારો માટે ઓળખપત્ર ફરજિયાત, સુરક્ષાના કડક નિયમો લાગુ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬નો કાર્યક્રમ તા.1 એપ્રિલ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં પાટણ જિલ્લા પંચાયત, પાટણ, સિદ્ધપુર, સરસ્વતી,ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ, પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તેમજ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં.2 (બે)ની પેટા ચૂંટણીનું મતદાન તા.26 એપ્રિલના રોજ યોજાનાર છે તથા મતગણતરી તા28 એપ્રિલના રોજ હાથ ધર

વામાં આવશે.મતદાન પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાઈ તેમજ મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે હેતુસર અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અમલ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ નીચે મુજબના હુકમ જાહેર કરવામાં આવે છે:જેમાં મતદાન મથકમાં પ્રવેશ અંગે સૂચનાઓમાંમતદાન મથકમાં ફાળવાયેલા મતદારો સિવાય નીચેની વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે 1.મતદાન અધિકારીઓ, ઉમેદવાર,ચૂંટણી એજન્ટ તથા એક સમયે એક મતદાન એજન્ટ, અધિકૃત મીડિયા પ્રતિનિધિઓ,ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારીઓ, નિરીક્ષકો,માઈક્રો ઓબ્ઝર્વર્સ, વિડીયોગ્રાફર્સ તથા વેબકાસ્ટિંગ સ્ટાફ, મદારે સાથે લાવેલ બાળક,અશક્ત/અંધ મતદારો સાથે સહાયક વ્યક્તિ, પ્રમુખ અધિકારી દ્વારા મંજૂર અન્ય સહાયક વ્યક્તિ 2.ઉમેદવારો તથા તેમના ચૂંટણી એજન્ટોએ ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે.3.પોલીસ અધિકારીઓ ફરજિયાત પરિસ્થિતિ સિવાય મતદાન મથકમાં પ્રવેશ કરશે નહીં.4.ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતી વ્યક્તિ સાથે માત્ર એક સુરક્ષા કર્મચારીને જ પ્રવેશ મળશે.5. એક સમયે માત્ર 3 થી 4 મતદારોને જ મતદાન મથકમાં પ્રવેશ આપવામાં આવશે.6.શંકાસ્પદ વ્યક્તિની તપાસ અધિકૃત રીતે કરી શકાશે.7. ચૂંટણી પંચના અધિકૃત પરવાનગીપત્ર વગર કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.8.પ્રમુખ અધિકારી જરૂરી જણાય ત્યારે જ સહાયક સ્ટાફને અંદર પ્રવેશ આપશે.આ જાહેરનામું તા.26 એપ્રિલના  દિવસ માટે અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-163 હેઠળ દંડનીય ગણાશે તથા સંબંધિત અધિકારીઓ દ્વારા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંબંધિત સમાચાર