રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 માર્ચ, 2025| Super Admin

ડીસામાં અસમાજીક તત્વોને પકડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

ડીસામાં અસમાજીક તત્વોને પકડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ
અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો; ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગ રૂપે ડીસા શહેરમાં ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીના નેતૃત્વ હેઠળ સોમવારની રાત્રે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિના સમયે શહેરમાં ફરતા શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્વો પર લગામ લગાવવાનો હતો. આ ડ્રાઇવમાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. પોલીસ ટીમોએ શહેરના વિવિધ મહત્વપૂર્ણ સ્થળો જેવા કે બગીચા વિસ્તાર, દીપક હોટલ ચાર રસ્તા, માર્કેટ યાર્ડ ચાર રસ્તા, ગાયત્રી મંદિર સર્કલ, જલારામ સર્કલ વગેરે સ્થળોએ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ તેમના વિસ્તારમાં અથવા આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જુએ તો તરત જ પોલીસને જાણ કરે. પોલીસે લોકોને કાયદાનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું હતું અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ન થવાની સલાહ આપી હતી. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવાનો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવાનો હતો. પોલીસની આ પહેલથી શહેરમાં અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાગરિકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આવી ડ્રાઇવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

સંબંધિત સમાચાર