રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા21 જુલાઈ, 2025| Super Admin

ભાભરના જાસનવાડા ગામે જુગારઘામ પર પોલીસની રેડ, ૯ જુગારીયા ઝડપાયા...!

ભાભરના જાસનવાડા ગામે જુગારઘામ પર પોલીસની રેડ, ૯ જુગારીયા ઝડપાયા...!
પોલીસની શકમંદ કાર્યવાહીને લઈ પંથકમાં અવનવા તર્કવિતર્ક; સટ્ટાને લઈ બદનામ ભાભર વિસ્તારમાં હાલમાં પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ધમધમતા હોવાની બુમરાડો વચ્ચે ગત તા. ૧૯ ના રોજ ભાભર તાલુકાના જાસનવાડા ગામે બાતમી આધારે પોલીસે જુગારધામ પર રેડ કરતાં તાજેતરમાં ચુંટાઇ આવેલ સરપંચના પિતા સહિત ૯ જુગારીયા ઝડપાયા હતા. પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જાસનવાડા જુના ગામે રબારીવાસમા આવેલ બાબુભાઈ vરણછોડભાઈ ઠાકોરના ઘરની આગળ આવેલ ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા મળીને પોતાના અંગત ફાયદા સારૂ ગંજી પાનાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાની ભાભર પોલીસને બાતમી મળેલ.જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ૯ જુગારીયાઓ ઝડપી તેમની પાસેથી ૧૦૪૦૦ રોકડા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. પરંતુ અત્રે શંકાએ ઉભી થાય છે કે આ પકડાયેલા નવ જુગારીયાઓમાથી શું એક પણ આ આધુનિક યુગમાં મોબાઈલ નહી રાખતો હોય ? શું તેમની પાસે ફોર વ્હીલર કે ટુ વ્હીલર સાધન વગર એક જ જગ્યાએ ભેગા થયેલ હશે? આ બાબતે જિલ્લા પોલીસ વડા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, ગૃહમંત્રી દ્વારા રેડ કરવા ગયેલા પોલીસ કર્મીઓની તે સમયની કોલ ડીટેલ કઢાવવામા આવે તો જુગારીયાઓ,તેમના સંબંધીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલ વહેવારની ચોંકાવનારી વિગતો બહાર આવશે. ગામ લોકોમા થતી ચર્ચાઓ મુજબ કેટલાક મોટા માથાના દબાણ તેમજ જુગાર પટ પરથી ઝડપાયેલ રોકડ રકમ, મોબાઈલો અને વાહનો જુગારમાં ના બતાવવા મોટી લેતીદેતી કરવામાં આવેલ છે.પોલીસ મથકે જુગારીયા લાવ્યા બાદ પણ મોડે સુધી ગુન્હો દાખલ કરવામાં ગલ્લા તલ્લા કરાઇ રહયા હતા. કેટલાક ગામના આગેવાનો અને વચેટિયાઓ પણ ભાભર પોલીસ મથકે દોડી આવીને એક મોટા માથાનુ નામ ન લખવા દોડધામ કરતા જોવા મળેલ પરંતુ ભાભરના જાગૃત પત્રકારો પોલીસ મથકે પહોંચી જતા મોડી રાત્રે જુગારીયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છોડી મુકવામાં આવેલ.તેથી પોલીસની કામગીરી સમગ્ર પંથકમાં ચર્ચાના ચગડોળે ચડી છે. પકડાયેલા જુગારીયાની યાદી ૧.બાબુભાઈ રણછોડભાઈ ઠાકોર ૨.સોમાજી સોનાજી ઠાકોર. ૩.લાલાજી સગથાજી ઠાકોર ૪.પ્રભુભાઈ અમરાભાઇ ઠાકોર ૫.પ્રભુજી માવજીજી ઠાકોર ૬.નાગજીજી મફાજી ઠાકોર ૭.સુરેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર ૮.બાલાભાઈ અમથાભાઈ ઠાકોર ૯.રગાભાઈ ભેમાભાઈ પટેલ. તમામ રહે. જાસનવાડા તા.ભાભર

સંબંધિત સમાચાર