રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા13 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

ચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક સહિત કુલ રૂ.91.52 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત

બનાસકાંઠા રેન્જ પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી રોકવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે કુલ રૂ.91.52 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને દબોચી લઈ તપાસ હાથ ધરી છે.

 પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સતર્કતા વધારવામાં આવી છે. ત્યારે પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. દરમિયાન આઇસર ટ્રક (નં. GJ-18-BW-5348)ને ચેક કરતાં તેમાં પ્લાસ્ટિકના કટ્ટામાં ભરેલા ભુસાની આડમાં ખાસ પાર્ટિશન બનાવી વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાનો ભંડાફોડ થયો હતો.ટ્રકમાંથી કુલ 662 પેટી (28,308 બોટલ/ટીન) વિદેશી દારૂ, કિંમત રૂ.66.32 લાખ મળી આવ્યો હતો. સાથે જ મોબાઇલ ફોન અને ટ્રક સહિત કુલ રૂ.91. 52 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસ દ્વારા ટ્રક સાથે એક આરોપી જોગારામ રાવ (રહે. બાયતુ, બાડમેર – રાજસ્થાન)ને ઝડપવામાં આવ્યો છે. ઉપરાંત, ગુજરાતમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રમાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીને પગલે પોલીસ વધુ સજાગ ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા સતત નાકાબંધી અને ચેકિંગ અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર