રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસે ફૂલ આપી ગાંધીગીરી કરી

પાલનપુરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસે ફૂલ આપી ગાંધીગીરી કરી

પાલનપુરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે ગાંધીગીરી કરતા ફૂલ આપી સન્માનિત કરાયા હતા. પાલનપુરમાં રક્ષાબંધનના તહેવાર ટાણે પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે આજે લાલ આંખ કરવાને બદલે ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જોકે, ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શીખ આપતા પોલીસે હવે પછી નિયમનો ભંગ થશે તો દંડાત્મક કાર્યવાહી  કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પાલનપુરમાં રક્ષાબંધન પર્વ ને લઈ પાલનપુર ટ્રાફિક પોલીસ દ્વારા ગુરુનાનક ચોક સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે આજે રક્ષાબંધન ના તહેવારને લઈ ટ્રાફિક નિયમનો ભંગ કરતા જેમ કે ત્રણ સવારીમાં વાહન ચલાવતા, લાયસન્સ વગર વાહન ચલાવતા, નંબર પ્લેટ વગર વાહન ચલાવતા તેમજ કાળી ફિલ્મ લગાવીને ગાડી ચલાવતા વાહનચાલકોને રોકાવી ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને જણાવવામાં આવ્યું હતું કે, આજે તો ફુલ આપી સન્માન કરીએ છીએ પરંતુ જો હવે પછી ટ્રાફિક નિયમનો ભંગ કરતા ઝડપાશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર