હારીજના અડિયા ગામમાંથી અપહરણ કરાયેલી સગીરાને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી

માતા-પિતાની રજૂઆત બાદ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી
હારીજ પોલીસે અડિયા ગામમાંથી અપહરણ કરાયેલી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા છે. સગીરાના માતા-પિતા અને ગ્રામજનો દ્વારા એસપી કચેરીએ કરવામાં આવેલી રજૂઆત બાદ રાધનપુર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળતા મેળવી છે.
પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અડિયા ગામે ગત તારીખ 3 માર્ચ, 2026 ના રોજ એક સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના સંદર્ભે હારીજ પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.ઘટનાના દિવસો બાદ પણ દીકરીનો પત્તો ન લાગતા, સગીરાના માતા-પિતા સહિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા પાટણ એસપી કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. શરૂઆતમાં પોલીસે તેમને રોકતા થોડી બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી. માતા-પિતાએ દીકરીને તાત્કાલિક શોધી લાવવા અને આરોપીની ધરપકડ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી.
આ બાબતને ગંભીરતાથી લઈને રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવતા આખરે અપહરણ કરનાર આરોપી અને સગીરા બંનેને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હાલમાં આરોપી અને સગીરા બંનેને હસ્તગત કર્યા છે.રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સગીરાનું અપહરણ થયું હોવાથી હવે તેની મેડિકલ તપાસ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.સગીરાના નિવેદનના આધારે આ કેસમાં કાયદેસરની કલમોનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમા પોલીસ દ્વારા તપાસના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
