રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા પર પોલીસની ત્રાટક; મોબાઈલ અને રોકડ સાથે એક શખ્સ ઝડપાયો

ડીસામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા પર પોલીસની ત્રાટક; મોબાઈલ અને રોકડ સાથે એક શખ્સ ઝડપાયો

 એલ.સી.બી. પોલીસે રૂ. 20,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતાં એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે જુગારના સાહિત્ય સહીત કુલ રૂ. 20,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલ.સી.બી. સ્ટાફ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમીના આધારે ડીસા નવા બસ સ્ટેશનથી બગીચા સર્કલ તરફ જતાં આદર્શ હાઇસ્કૂલ સામેથી રાહુલસિંગ નટવરસિંગ રાજપૂત (રહે. લાલચાલી, તેરમીનાળા, ગણપતિ મંદિર પાસે, ડીસા) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

આરોપી રાહુલસિંગ લાયસન્સ કે પરવાના વિના 'AII panelexch9.com' નામની આઇ.ડી. નો ઉપયોગ કરીને આઇ.પી.એલ. ની ચાલતી લાઇવ T-20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો. તેની પાસેથી એક મોબાઇલ ફોન સહીત રૂ. 20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા કડક અમલવારીની સુચનાઓ આપવામાં આવી હતી. આ સુચનાઓના અનુસંધાનમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઇના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સ સામે ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર