રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરમાં બે આરોપી ઓનો વરઘોડો કાઢતી પોલીસ

પાલનપુરમાં બે આરોપી ઓનો વરઘોડો કાઢતી પોલીસ
ખંડણી સહિતના 20 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને દબોચી લેતી પોલીસ પાલનપુરમાં ખંડણી, મારામારી, મર્ડર, લૂંટ સહિતના 20 જેટલા ગુનાઓ આચરી લોકોમાં ભયનો માહોલ પેદા કરનારા 2 શાતિર આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. બાદમાં બનાવના રિકન્સ્ટ્રક્શનને લઈને પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. પાલનપુર શહેરમાં ખંડણી માંગવા સહિતની ગુનાખોરી આચરનાર 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા. પાલનપુરમાં તાજેતર માં ખંડણીની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં પાલનપુર શહેર પૂર્વ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઇમરાન ઈલિયાસભાઈ સિંધી અને અફઝલ ગફુરભાઈ નાગોરી રહે.નાગોરીવાસવાળાને ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ ખંડણી, લૂંટ, ધાડ, મારામારી, શરીર સંબંધી 20 જેટલા ગુનાઓ આચરી લોકોમાં ધાક બેસાડવાની કોશિશ કરનારા શાતિર આરોપીઓ હતા. જેથી બંનેને દબોચી લઈ પોલીસે બનાવ વાળા સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી જાહેરમાં વરઘોડો કાઢી લોકોમાં આરોપી ઓનો ખોફ ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાલનપુર શહેર પૂર્વ પોલીસના પી.આઈ.એસ. એમ.પટણીએ અસામાજિક તત્વો સામે ખુલીને બહાર આવી પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. તેઓએ ફરિયાદી ઇચ્છશે તો તેનું નામ ગુપ્ત રાખવાની પણ બાંહેધરી આપી હતી.

સંબંધિત સમાચાર