રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસ નદી બે કાંઠે વહેતી થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...!

બનાસ નદી બે કાંઠે વહેતી થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...!
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇકબાલગઢ નજીક થી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતાં આજુબાજુના ના લોકો નદી જોવા ઉમટી પડ્યા છે. ઘણા સમયથી બનાસ નદી મા પાણી નહિવત્ ચાલી રહ્યું હતું. તેના કારણે ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહયા હતા. તેવામાં હવે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇકબાલગઢ નજીક થી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બનાસ નદી બન્ને કાંઠે વહેતી થયા ના સમાચાર વાયુવેગે પ્રસરતા પ્રવાસીઓ પણ મોટા પ્રમાણ માં જોવા મળી શકે તેમ છે. ચોમાસું સિઝન ના અંત સમયે બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતા ખેડૂતો ને શિયાળું પાકની આશા બંધાણી છે. તેમજ બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતાં પાણીના તળ પણ ઉંચા આવશે. વિશ્વેશ્વર મહાદેવ અતિ પ્રચલિત હોવાના કારણે દર વર્ષ સહેલાણીઓ ઉમટી પડે છે.   ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિષવેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતાં અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે.

સંબંધિત સમાચાર