રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા31 માર્ચ, 2025| Super Admin

ડીસા પાટણ રોડ પર આવેલાં ગામડાઓમાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં : અકસ્માતની ભીતી

ડીસા પાટણ રોડ પર આવેલાં ગામડાઓમાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં : અકસ્માતની ભીતી
ખરડોસણ, ધરપડા, આસેડા, નવાસહિતનાં ગામનાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત; ડીસા-પાટણ રોડ ઉપર આવેલાં ખરડોસણ, ધરપડા, આસેડા, નવા સહિતનાં ગામોનાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત બની જતાં આવનાર દિવસોમાં કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ પીકઅપ સ્ટેન્ડની મરામત થાય તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. ડીસા પાટણ જતાં આવેતા ખરડોસણ, ધરપડા, આસેડા, નવાસહિતનાં ગામનાં પીકઅપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં છે. ડીસા-પાટણ માર્ગ ઉપર એસ.ટી.બસો અને જીપોનો વાહન-વ્યવહાર દિવસભર ચાલુ હોય છે. જેમાં આ રોડ પર આવેલાં ગામડાઓમાં માથી રોજના કેટલાય વિદ્યાર્થીઓ અને મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ આ મુસાફરોના આશ્રય સમાન પીકઅપ સ્ટેન્ડ છેલ્લા ઘણાં માસથી જર્જરીત હાલતમાં છે. ત્યારે આ પીકઅપ સ્ટેન્ડ કોઈ મોટી હોનારત સર્જે તે પહેલા એસ.ટી.વિભાગના સત્તાધીશો દ્વારા તેની મરામત કરાય તેવુ ગ્રામજનો ઈચ્છી રહ્યાં છે. ડિસા પાટણ રોડ પર આવેલાં ગામડાઓમાં  કાંકરેજ વિધાનસભાનાં ધારાસભ્ય કોંગ્રેસનાં અમરતજી ઠાકોર પાટણ લોકસભાનાં સાંસદસભ્ય બીજેપીનાં ભરતસિંહ ડાભી છે. ધારાસભ્ય અને લોકસભાના સભ્ય અલગ અલગ હોવાથી આ ગામડાઓ વિકાસથી વંચિત રહી જાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે.

સંબંધિત સમાચાર