રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં તૂટેલા રસ્તાઓને લઈને લોકોનો અનોખો વિરોધ

પાલનપુરમાં તૂટેલા રસ્તાઓને લઈને લોકોનો અનોખો વિરોધ
લોકોએ નગરપાલિકાની અંતિમયાત્રા કાઢતા પોલીસે અટકાયત કરી; બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રસ્તાઓની બિસ્માર હાલતથી પરેશાન સ્થાનિક લોકો એ નગરપાલિકાનો અનોખો વિરોધ કર્યો હતો. શહેરના ગઠામણ દરવાજાથી ડેરી રોડ પરના ખાડાવાળા રસ્તાઓને કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ રસ્તા પર ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરના નિવાસસ્થાનો હોવા છતાં તેનું સમારકામ થતું નથી. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા, લોકોએ તંત્રને જગાડવા માટે નગરપાલિકાની નનામી તૈયાર કરી તેની અંતિમયાત્રા યોજી હતી. તેઓએ પાલનપુરની આઈ.ટી.આઈ. કોલેજથી પાલિકા સુધી આ યાત્રા કાઢવાનું આયોજન કર્યું હતું. જોકે, પોલીસે વિરોધ શરૂ થતાં જ તેમને અટકાવી નજરકેદ કર્યા હતા. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર ઘોર નિંદ્રામાં છે અને જો ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ નહીં થાય તો તેઓએ વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર