રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ25 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ શહેરના મોતીશા દરવાજા ચોકમાં ગંદા પાણીથી ત્રસ્ત લોકોએ આક્રોશ ઠાલવ્યો

પાટણ શહેરના મોતીશા દરવાજા ચોકમાં ગંદા પાણીથી ત્રસ્ત લોકોએ આક્રોશ ઠાલવ્યો
પાલિકા પ્રમુખ સ્થળ પર આવ્યા પરંતુ લોકોની રજૂઆત સાંભળ્યા વિના જ રવાના થયાં શહેરના મોતીશા દરવાજા ચોક ખાતે સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ બાદ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી.રાધનપુરી વાસ અને પીપળી વાસના રહીશોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી લાંબા સમયથી ઉભરાય છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન થયું નથી. મહિલાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા પ્રયાસ કર્યો. પરંતુ પ્રમુખે તેમની વાત સાંભળ્યા વિના જ સ્થળ પરથી નિકળી જતાં લોકોએ પાલિકા પ્રમુખ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિક કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે ગટરની સમસ્યાને સ્વીકારી જણાવ્યું કે જીયુડીસી દ્વારા સર્વે કરી નવી પાઈપલાઈન નાખવામાં આવશે. સ્થાનિકોએ મોતીશા દરવાજા બહાર તોડી પાડેલા શૌચાલયના કાટમાળના વેચાણ અંગે પણ આક્ષેપો કર્યા હતો. આ અંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે પ્રભારી મંત્રીના કાર્યક્રમ હોવાના કારણે મારે ત્યાં જવાનું હતું. એટલે હું ત્યાંથી નીકળી ગઈ હતી ત્યાં વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ હાજર હતા. એમને લોકોની વાત સાભળી નિરાકરણની હૈયાધારણા આપી હોવાનું જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર