રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 મે, 2025| Super Admin

ડીસામાં ગટરનો સ્લેબ તૂટી જતાં રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા

ડીસામાં ગટરનો સ્લેબ તૂટી જતાં રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા
અવર-જવર કરતાં વાહન ચાલકો અટવાયા; ડીસાન હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના કારણે શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીસા હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં નજરે પડી રહ્યા છે જેના લીધે અનેક વાર નાની મોટી આકસ્મિક ઘટનાઓ બની રહી છે. જેમાં ખાસ કરીને ખુલ્લી ગટરમાં પશુઓ પડવા સહિત અનેક રાહદારીઓ પણ પડી રહ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ડીસા નાયબ કલેકટર સહિત ચુંટાયેલા પ્રતિનિધિઓની પણ રજુઆતો પણ ધ્યાનમાં લેતાં ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ડીસા રીલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં શિવનગર તરફ જવાના રસ્તા પર આવેલ ગટર લાઇન ઉપર અચાનક સ્લેબ તૂટી ગયો છે. જેથી અવર-જવર કરતાં રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે ડીસા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ તાત્કાલિક ગટરનું સમારકામ કરાવે તો ઠીક છે નહીતર મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. આ રોડ પરથી મોટાપ્રમાણમાં ડીસા બજારમાંથી વાહનોની અવરજવર રહે છે રાહદારી રસ્તો પણ હોવાથી કોઈ મોટી દુઘટર્ના સર્જાઈ શકે છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તો મોટી આકસ્મિક ઘટના બને તેની રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે ડીસા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક અસરથી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પાસે કામગીરી કરાવી તુટેલા ગટરનું સમારકામ કરાવી ખુલ્લા ગટર પર ઢાંકણા ઢાંકવામાં આવે તેવી લોકોની માંગ છે.

સંબંધિત સમાચાર