રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં મહા શિવરાત્રી નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉત્સવ ઉજવવાનો સંકલ્પ ડીસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવસેવા સમિતિ દ્વારા વિશાળ શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ​​ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ.  એમ.બી. કોટવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પી.આઈ. કોટવાલે યાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે આયોજકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તમામ સમાજના આગેવાનોએ એકસૂરે ડીસાની ભાઈચારાની પરંપરા જાળવી રાખી ઉત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવવાની ખાતરી આપી હતી. ​શિવસેવા સમિતિ દ્વારા જણાવ્યા અનુસાર  આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભક્તિમય માહોલમાં ફરશે. યાત્રાને શિસ્તબદ્ધ બનાવવા માટે સમિતિના સ્વયંસેવકો દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.  

સંબંધિત સમાચાર