રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ20 જૂન, 2026| Super Admin

પાટણના વિકાસને વેગ: 4 ફેઝમાં 37 કિમીનો રિંગ રોડ તૈયાર થશે

પાટણના વિકાસને વેગ: 4 ફેઝમાં 37 કિમીનો રિંગ રોડ તૈયાર થશે

અંદાજિત 1800 કરોડના ખર્ચે આ સમગ્ર રિંગ રોડ પ્રોજેક્ટ આગામી અઢી વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન 

પાટણમાં વાહન વ્યવહાર વધતા શહેર લાંબા સમયથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે માર્ગ અને મકાન વિભાગે તૈયાર કરેલા 37.20 કિલોમીટર લાંબા રિંગ રોડ પ્રોજેક્ટને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હોય હવે જમીન સંપાદનની કામગીરી શરૂ થવા પામી છે.

સાથે બજેટમાં વધારો કરી અંદાજિત 1800 કરોડના ખર્ચે આ સમગ્ર રિંગ રોડ પ્રોજેક્ટ આગામી અઢી વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.પૂર્વ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તા.28/10/2025ના રોજ મુખ્યમંત્રીને રૂબરૂ મળી વર્તમાન સ્થિતિ સાથે રીંગરોડનો પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે પાટણ બાયપાસના આ પ્રોજેક્ટ પર અંતે મંજૂરીની મહોર મારી હતી.

જેને લઇ હવે માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, પાટણ રીંગ રોડના પ્રથમ ફેઝ શિહોરીથી ઊંઝા ત્રણ રસ્તા માટે આગામી 15 દિવસમાં વહીવટી પ્રક્રિયાઓ વેગવંતી બનશે. ઉપરથી એલોટમેન્ટ થતાં જ જમીન સંપાદનની ગ્રાઉન્ડ લેવલની કામગીરી હાથ ધરવામાં આવશે. 80 કિમીની સ્પીડ લિમિટ ધરાવતો આ ફોરલેન રોડ પાટણના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.પાટણ શહેરમાં રિંગ રોડના મુખ્ય ફાયદાઓ મા ટ્રાફિક અને પ્રદૂષણમાંથી મુક્તિ, હાઈવે અને ભારે ઓવરલોડેડ ટ્રકો સીધા શહેરમાં આવતા બંધ થશે, જેથી શહેરને કાયમી ટ્રાફિક જામ અને અકસ્માતો માંથી મોટી રાહત મળશે.અને શહેરી વિકાસના નવા વિસ્તારોનો વિકાસ થશે,જમીનોના ભાવ વધશે અને વેપાર-રોજગારને વેગ મળશે. પૂર્વે માર્ગ અને મકાન વિભાગ અધિકારી નાઓએ રોડની કામગીરી બાબતે જણાવ્યું હતું કે, આ ફેઝ-1 શિહોરી રોડથી ઊંઝા રોડ ફોર લાઈન પ્રથમ ફેઝ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. ફેઝ-2 ઊંઝા રોડથી ચાણસ્મા રોડ ફોર લાઇન બીજા ફેઝ કામગીરી શરૂ કરવામાં આવશે. ફેઝ-3 ચાણસ્મા રોડથી દુનાવાડા રોડ ઉપર ટુ લાઈન રોડ ત્રીજા ફેઝની કામગીરી શરૂ કરવામાં આવશે. ફેઝ-4 દુનાવાડા રોડથી શિહોરી રોડ ઉપર ટુ લાઈન રોડ ની કામગીરી શરૂ કરાશે.

ચાણસ્મા-પાટણ, શિહોરી-પાટણ,ઊંઝા-પાટણ, સિદ્ધપુર-પાટણ અને ડીસા-પાટણ જેવા મહત્વના 6 રાજ્ય માર્ગો ઉપરાંત રાધનપુર-દુનાવાડા-પાટણ-મહેસાણા નેશનલ હાઈવે નં. 68 સીધા શહેરની વચ્ચેથી પસાર થાય છે. બનાસ નદીની ઉચ્ચ ગુણવત્તાવાળી રેતી લઈને ગુજરાત અને અન્ય રાજ્યોમાં જતા ઓવરલોડેડ ટ્રકો સીધા શહેરમાં ઘૂસતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી,જેમાંથી હવે મુક્તિ મળશે.

ટેગ્સ:#patan#Ring Road

સંબંધિત સમાચાર