રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ17 જુલાઈ, 2025| Super Admin

પાટણ; મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી રોકવા ગયેલ મહિલા સાથે બિભત્સ વતૅન

પાટણ; મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી રોકવા ગયેલ મહિલા સાથે બિભત્સ વતૅન
બનાવને પગલે અન્ય મહિલાઓ સહિત પુરૂષો દોડી આવતા ટાવર ઉભો કરવા આવેલા ઈસમો ભાગી છુટયા મહિલા દ્રારા પોલીસ હેલ્પલાઇન પર ટેલિફોનથી ધટનાની જાણ કરાઈ; પાટણના રહેણાંક વિસ્તાર માધવનગરમાં એરટેલ કંપની દ્વારા બિનઅધિકૃત મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવતો હોવાને લીધે ગતરોજ વિસ્તારની મહિલા સહિત કોગ્રેસના આગેવાનો દ્વારા પાલિકા ના ઓએસ ને લેખિત રજૂઆત કરી ટાવર નાખવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે બુધવારે સવારે એરટેલ કંપની એ આપેલા ટાવર ઉભો કરવાના એજન્સીના કમૅચારીઓ દ્રારા રહીશો ની ઉપરવટ જઈને ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરતા વિસ્તારની મહિલાઓએ તેનો વિરોધ કરી આ બાબતે પાલિકામાં રજુઆત કરી હોવાનું જણાવતાં ઉશ્કેરાયેલા ઉપરોક્ત કમૅચારીઓ એ મહિલા સાથે બિભત્સ વતૅન કરી તેનો હાથ અને કપડાં પકડતાં મહિલાના હાથના ભાગે નખ વાગતા લોહી નીકળતા અન્ય મહિલા સહિત પુરુષો દોડી આવતાં ઉપરોક્ત કમૅચારીઓ ટાવરનું કામ પડતું મુકી સોસાયટી માથી ભાગી ગયા હતા. પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલી માધવ નગરમાં માલિક બાબુભાઈ પટેલે સોસાયટીના રહીશોની મંજૂરી વગર ટાવર નાખવાની કામગીરી શરૂ કરી હોય રહીશોએ તેમને રજૂઆત કરી હોવા છતાં તેમણે પોતાની મનમાની ચાલુ રાખતા સોસાયટીના રહીશોએ કોગ્રેસના આગેવાનો ને સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉદેશીને આવેદનપત્ર ઓએસ ને સુપ્રત કરી આ બિન અધિકૃત રીતે રહેણાંક વિસ્તાર મા ટાવર ઉભો કરવાની કામગીરી રોકવા કરેલ રજુઆત ને લીધે આ ઘટના બની હોવાનું માધવનગરમાં રહેતા રહીશોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર