રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ9 ઑક્ટોબર, 2026| Super Admin

વાવ-થરાદમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ: 450થી વધુ સ્થળોએ ગરબાનું આયોજન

વાવ-થરાદમાં નવરાત્રીને લઈ પોલીસ સજ્જ: 450થી વધુ સ્થળોએ ગરબાનું આયોજન

વાવ-થરાદ જિલ્લામાં નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અને આઈપીએસ અધિકારી મોસમ મહેતાની ઉપસ્થિતિમાં ગરબા આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી નિયમોના પાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લામાં 450થી વધુ સ્થળોએ ગરબાનું આયોજન

જિલ્લા વિભાજન બાદ પ્રથમ વખત વાવ-થરાદ જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજવણી થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, જિલ્લામાં 450થી વધુ સ્થળોએ ગરબાના કાર્યક્રમો યોજાવાના છે. મોટી સંખ્યામાં લોકો ગરબામાં ભાગ લેવાની શક્યતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

ગરબા આયોજકો માટે નિયમોનું પાલન ફરજિયાત

કલેક્ટરના જાહેરનામા મુજબ ગરબા આયોજકોએ આયોજિત સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અને પૂરતી પાર્કિંગ વ્યવસ્થા રાખવાની રહેશે. આ વ્યવસ્થાઓથી ગરબા સ્થળો પર થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં તેમજ વાહનોના વ્યવસ્થિત પાર્કિંગમાં મદદ મળશે. આયોજકોએ જાહેરનામામાં દર્શાવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.

પોલીસ સજ્જ 01.gif 3.1 MB
મહિલાઓની સુરક્ષા માટે 'શી ટીમ' સક્રિય રહેશે

નવરાત્રી દરમિયાન મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત રીતે ગરબામાં ભાગ લઈ શકે તે માટે પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 'શી ટીમ' ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત, જિલ્લામાં સતત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જરૂરિયાતના સમયે તાત્કાલિક મદદ મળી શકે. પોલીસ અધિકારીઓએ ગરબા આયોજકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને પોલીસને સહયોગ આપવા જણાવ્યું હતું. નવરાત્રી પર્વ દરમિયાન શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર