રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ3 ઑક્ટોબર, 2026| Super Admin

વેજલપુર શાખા નહેરથી ભાભરના મેરા ગામે તળાવ જોડાણનું ખાતમુહૂર્ત: ૧.૨૬ કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ

વેજલપુર શાખા નહેરથી ભાભરના મેરા ગામે તળાવ જોડાણનું ખાતમુહૂર્ત: ૧.૨૬ કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ

866.61 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે, ભૂગર્ભ જળસ્તર વધવાની પણ શક્યતા

 ભાભર તાલુકાના મેરા ગામે આજ રોજ  મંત્રી  સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે રૂ.1.26 કરોડના ખર્ચે વેજપુર શાખા નહેરમાંથી મેરા ગામના તળાવને જોડાણ કરવાના મહત્વપૂર્ણ સિંચાઈ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરાનાર આ કામગીરી અંતર્ગત વેજપુર શાખા નહેરમાંથી HDPE પાઇપલાઇન મારફતે મેરા ગામના તળાવમાં પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડેમના વધારાના પાણીનો મહત્તમ ઉપયોગ સિંચાઈ માટે થઈ શકે અને ખેડૂતોને તેનો સીધો લાભ મળે તે હેતુથી આ યોજના હાથ ધરવામાં આવી છે.

આ યોજનાની કામગીરી પૂર્ણ થયા બાદ મેરા ગામ તથા આસપાસના વિસ્તારના ખેડૂતોની 866.61 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. તળાવમાં પાણીની ઉપલબ્ધતાથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાની સાથે ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની અપેક્ષા છે. ભૂગર્ભ જળસ્તર વધવાથી મેરા તથા આસપાસના ગામોમાં આવેલા બોરના પાણીના સ્તરમાં વધારો થવા ઉપરાંત ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો થવાની શક્યતા છે. સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થતાં ખેતીની ઉત્પાદકતામાં વધારો અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં પણ ઉન્નતિ થશે. આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત રાજકીય આગેવાનો તેમજ ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર