રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ3 ઑક્ટોબર, 2026| Super Admin

વાવ-થરાદમાં વિકાસના દાવા પોપેટી: યાત્રાધામ ઢીમાની આંગણવાડીઓ ભાડાના મકાનમાં ધકેલાતા ગ્રામજનોમાં ભારે રોષ

વાવ-થરાદમાં વિકાસના દાવા પોપેટી: યાત્રાધામ ઢીમાની આંગણવાડીઓ ભાડાના મકાનમાં ધકેલાતા ગ્રામજનોમાં ભારે રોષ

વાવ-થરાદ વિસ્તારમાં એક તરફ વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ગામમાં ભૂલકાંઓના પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટેના ધામ ગણાતા બાળમંદિરોની દયનીય સ્થિતિ સામે આવી છે. ઢીમા ગામમાં કુલ ૧ થી ૮ ક્રમાંકના બાળમંદિરો (આંગણવાડી કેન્દ્રો) આવેલા છે, જેમાંથી ૩ બાળમંદિરો (કેન્દ્ર નંબર ૩, ૬ અને ૭) પોતાના સરકારી બિલ્ડીંગના અભાવે ભાડાના મકાનમાં ચલાવવાની અણગમતી ફરજ પડી રહી છે ​કેન્દ્ર નંબર ૬: બાળમંદિર પાસે મકાન બનાવવા માટે પોતાની જમીન ઉપલબ્ધ છે. અગાઉનું જૂનું મકાન જર્જરિત (ડેમેજ) જાહેર કરી પાડી દેવાયાને ૪ થી ૫ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, આજદિન સુધી નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું નથી. ૧૨ મહિના અગાઉ આ બિલ્ડીંગ માટે મંજૂરી મળી હતી, પરંતુ આ કામગીરી મનરેગા (NREGA) વિભાગ હેઠળ હોવાથી કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ન ભરતા કામ ખોરંભે પડ્યું છે.

​કેન્દ્ર નંબર ૭: આ બાળમંદિર પાસે પોતાની જમીન હોવા છતાં તેનું જૂનું મકાન અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં ઊભું છે. કોઈ અણબનાવ ન બને તે માટે છેલ્લા ૧૨ મહિનાથી બાળકોને ભાડાના મકાનમાં બેસાડવામાં આવી રહ્યા છે.

​કેન્દ્ર નંબર ૩: આ કેન્દ્ર તો છેલ્લા ૧૪ વર્ષથી યોગ્ય જમીનના અભાવે સતત ભાડાના મકાનમાં જ ચાલવા મજબૂર બન્યું છે સ્થાનિક કક્ષાએથી લઈને ઉચ્ચ સ્તર સુધી વારંવાર રજૂઆતો અને દરખાસ્તો કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહ્યું છે. સરકારી ચોપડે મંજૂરીઓ હોવા છતાં વહીવટી પ્રક્રિયા અને મનરેગા વિભાગના ટેન્ડરિંગના ધાંધિયાને કારણે આજે પણ નાના-નાના ભૂલકાંઓ સુવિધા વિહોણા ભાડાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

ગામના ઉજ્જવળ ભવિષ્ય સમાન બાળકોને પૂરતી સુવિધાઓ અને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે ઢીમાના ગ્રામજનોએ એકસૂરે માંગ કરી છે કે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સભ્ય, વિધાનસભાના અધ્યક્ષ  તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર આ બાબતને અત્યંત ગંભીરતાથી લે. ટેન્ડરિંગ અને જમીનની પ્રક્રિયાઓ ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક પૂર્ણ કરાવીને આ ત્રણેય બાળમંદિરોના નવા ભવન મંજૂર કરી વહેલી તકે નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે.

 

ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર